મની કંટ્રોલના જણાવ્યા અનુસાર, લોકસભાની ચૂંટણી બાદ સરકારનું ધ્યાન મેન્યુફેકચરિંગ, ડિજિટલાઈઝેશન, ડિફેન્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રહેશે. તેની સાથે મૂડી ખર્ચમાં વધારો, વપરાશ અને ગ્રીન ટેકનોલોજી, સરકારની પ્રાથમિકતા રહેશે.
ડેટા પેટર્ન્સ- આ કંપની ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ અને સિસ્ટમમાં મજબૂત સ્થિતિ ધરાવે છે. સરકારનું ધ્યાન સંરક્ષણ ક્ષેત્ર પર રહેવાની શક્યતા છે. ડેટા પેટર્ન્સને આનો સીધો ફાયદો થઈ શકે છે. હાલમાં તેની પાસે રૂ. 1000 કરોડના ઓર્ડર છે.
ડેક્કન સિમેન્ટ્સ- આ સાઉથના માર્કેટની એક નાની સિમેન્ટ કંપની છે. તેણે આગામી 18-24 મહિનામાં તેની ક્ષમતા બમણી કરવાની યોજના બનાવી છે. મજબૂત પાવર અને ઘટતા પાવર અને ઇંધણના ખર્ચના કારણે આ કંપની માટે સારી સંભાવનાઓ છે.
હેરિટેજ ફૂડ્સ- આ કંપનીની કામગીરી સતત સુધારી રહી છે. હેરિટેજ ફૂડને દૂધની નીચી કિંમતો અને ઉચ્ચ માર્જિન મૂલ્ય વર્ધિત ઉત્પાદનમાં ઉચ્ચ બજાર હિસ્સાની ફાયદો થવાની ખાતરી છે. તેણે મધ્યમ ગાળામાં તેનું માર્જીન વધારીને 6-7 ટકા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
કેઇન્સ ટેકનોલોજી- આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર્સ એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટી તૈયાર થયા બાદ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ સપ્લાય ચેઇનમાં કંપનીનો બજાર હિસ્સો વધશે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો