ટામેટા બાદ હવે થાળીમાંથી ગાયબ થયું...
દેશભરમાં વરસાદ ખૂબ જ સારો રહ્યો છે.
પરંતુ, બીજી બાજુ ગૃહિણીઓની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે.
આ ચિંતાનું કારણ છે સતત વધી રહેલાં શાકભાજીના ભાવ.
આ જ કારણે રસોડાનું બજેટ બગડી રહ્યુ છે, જેનો શિકાર દરેક વર્ગના લોકો બની રહ્યા છે.
પહેલાં જ્યાં ટામેટાં 20 થી 25 રુપિયા કિલો હતાં.
તેની કિંમત હવે 100 રુપિયાથી પણ વટી ગઈ છે.
આ સાથે જ લસણના ભાવ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.
લસણના ભાવ પણ 100ના આંકડો ક્રોસ કરી ચુક્યો છે.
વળી જો ફળની વાત કરીએ તો, લીચી 150, જાંબુ 120 રુપિયામાં વેચાઈ રહ્યા છે.
વરસાદના કારણે ફળ અને શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે.
લોકોનું કહેવું છે કે, આવામાં રસોઈનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ પડી રહ્યુ છે.
આવતા 15 થી 20 દિવસમાં ફળ અને શાકભાજીના ભાવ ઘટવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...