આ રીતે ઘરે બનાવો ખાતર અને કરો લાખોની કમાણી!
સાબરકાંઠાના હિંગળાજ ગામના ખેડૂત ભાવિકભાઈ પટેલ ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી ઘનજીવામૃત બનાવે છે.
ખેડૂત ભાવિકભાઈ પટેલ પોતે બનાવેલા આ ખાતરનો છંટકાવ કરીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
ખેડૂત ભાવિક પટેલ ઓર્ગેનિક ખાતર વેચી દર મહિને સારી આવક મેળવી રહ્યા છે.
ભાવિકભાઈ ખેડૂત પરિવારના હોવાથી તેઓ બાળપણથી જ ખેતી સાથે જોડાયેલા હતા.
પરંતુ, 5 વર્ષ અગાઉ સુભાષ પાલકેકર પ્રાકૃતિક ખેતી વિષયક ચર્ચામાંથી તેમને પ્રેરણા મળી.
ત્યારબાદથી તેમણે જાતે જ પોતાના ખેતરમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવાનું નક્કી કર્યુ હતું.
ખેડૂત ભાવિકભાઈએ પોતાના ખેતરમાં એક પ્લાન્ટ બનાવ્યો છે.
પ્લાન્ટમાં તેઓ ગૌમૂત્ર અને ગોબર માંથી જીવામૃત બનાવી પ્રવાહીનો સીધી રીતે ખેતરમાં છંટકાવ કરે છે.
આ જીવામૃતનો તેઓ પેકિંગ કરી અન્ય ખેડૂતોને વેચીને કમાણી કરી રહ્યા છે.
શરૂઆતમાં તેઓ પોતાના ખેતર માટે જ ઘન જીવામૃત બનાવતા હતા.
પરંતુ પછી વધુ દેશી ગાય લાવીને તેના ગૌમૂત્ર અને ગોબર માંથી વધુ ઘનજીવામૃત બનાવ્યું.
આ સાથે તેમણે અન્ય ખેડૂતોને પણ વેચાણ કરવાનું નક્કી કર્યું હતું.
હાલમાં ખેડૂતે લગભગ 2000 બેગ ઘનજીવામૃતની તૈયાર કરી હતી અને 50 કિલોની એક બેગ 350 રૂપિયામાં વેચી હતી.
ભાવિકભાઈ તેમના સંયુક્ત પરિવાર સાથે મળીને ઘન જીવામૃત બનાવવાનું કામ કરે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...