એવી વાનગી જે જોઈ શકશો પણ ખાઈ નહીં શકો

આજકાલ લોકો અવનવી ગિફ્ટ આપવાની વધુ પસંદ કરે છે.

શહેરના લોકોમાં ગિફ્ટરૂપે ખાદ્ય પદાર્થોના નાના મીનીએચર આર્ટ મોડલ આપવાનું ચલણ વધ્યું છે. 

ફૂડના નાના મોડલ બનાવવાના આ આર્ટને મીનીએચર ફૂડ આર્ટ તરીકે ઓળખવામાં આવે છે.

અમદાવાદની શિરાલી પટેલ નામની વ્યક્તિ આવા મીનીએચર ફૂડ આર્ટનું નિર્માણ કરે છે.

આ મીનીએચર આર્ટનું નિર્માણ ક્લેમાંથી કરવામાં આવે છે.

મીનીએચર આર્ટ માઈક્રો આર્ટની કેટેગરીમાં આવે છે.

આવા આર્ટવર્ક તૈયાર કરવા માટે ઘણી ચિવટ રાખવી પડે છે.

આ આર્ટવર્ક અત્યંત નાનું હોય છે. અમુક આર્ટ મોડલ તો હાથ કરતાં પણ નાના હોય છે.

અમુક આર્ટ મોડલ  25 ચોરસ ઈંચ કરતા પણ ઓછી જગ્યા રોકે છે. 

કલાકાર નાની પીંછીઓ અને નાના ટૂલ્સનો ઉપયોગ કરીને આવા સુંદર મીનીએચર મોડલનું નિર્માણ કરે છે.

મીનીએચર ચિત્રો અથવા મોડલ્સ વાસ્તવિક વસ્તુના કદના 1/6 જેટલા હોવા જરૂરી છે.

2009માં સિરાલી પટેલ સ્પેશિયલ ક્લાસ મારફતે આ કલા શીખ્યા હતા.

2011માં તેણીએ અમદાવાદમાં નાના મોડલ આર્ટ બનાવવાનું શરૂ કર્યું હતું.

તેણીના મિત્રએ આ મીનીએચર મોડલ આર્ટનો વ્યવસાય કરવાનું સૂચિત કર્યુ હતું. 

મિત્રની સલાહથી તેણીએ આ આર્ટ મોડલને ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું હતું. 

આજે સિરાલીને આવા મીનીએચર ફૂડ આર્ટ મોડલ્સ માટે મોટા ઓર્ડર મળે છે

મીનીએચર આર્ટ ખૂબ ખર્ચાળ છે. 1 સેન્ટીમીટર બનાવટનો ખર્ચ 350 રૂપિયાથી શરૂ થાય છે. 

શિરાલી પિઝા, બર્ગર, સેન્ડવીચ વગેરેના વિવિધ પ્રકારના ફૂડના નાના આર્ટવર્ક બનાવે છે. 

તે હોટલ અને બેકરીના માલિકોને ખાદ્ય પદાર્થોના નાના મોડલ બનાવી આપે છે અને આ મોડલ્સને દુકાનમાં મેનૂ કાર્ડ પર મૂકવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો