અમદાવાદમાં અહીં તમને 1,2 નહીં પણ મળશે 10 પ્રકારના ભાજીપાઉં

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ભાજીભાઈ કરીને નવું ફૂડ સ્ટાર્ટઅપ શરુ કરવામાં આવ્યું છે.

અહીંની કાઠિયાવાડી તડકા ભાજી અને ગ્રીન ભાજી લોકોની હોટ ફેવરિટ છે.

સમગ્ર શહેરમાં લોકો અહીં ફ્રેશ અને ટેસ્ટી વાનગી માણવા આવે છે. 

અહીં ભાજીપાઉંની 10 જેટલી વેરાઇટી મળે છે, જે લોકોને દાઢે વળગી છે. 

48 વર્ષની દર્શિની શેઠ ભાજીભાઈની માલિક છે.

કોરોનામાં તેણીએ અનેક વાનગી બનાવી હતી અને બાદમાં તેણે પોતાના શોખને નવો આકાર આપ્યો.

સાઉથ બોપલ વિસ્તારમાં ભાજીભાઈ નામે ફૂડ સ્ટોલ શરુ કર્યો હતો.

આજે દૂર દૂરથી લોકો અહીં ભાજીપાઉં સહિત ઢોસા, પુલાવ, સેન્ડવીચ જેવી વસ્તુઓ ખાવા આવે છે. 

આ જગ્યાએ વિવિધ 10 પ્રકારના ભાજીપાઉં મળી રહે છે. 

અહીં ટોઠા ભાદી, દેશી ઘી ભાજી, કોર્નભાજી, ઈટાલિયન ભાજી, કાઠિયાવાડી તડકા ભાજી, સેઝવાન ભાજી, ચીઝ ગ્રીન ભાજી જેવી અનેક ભાજી મળે છે.

અહીંની મોટાભાગની વાનગીમાં વપરાતા મસાલા ઘર બનાવટના તેમજ સારી ક્વોલિટીના હોય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો