3 દિવસ પછી ખુલશે અમદાવાદની કંપનીનો IPO

સ્પેશિયાલિટી પ્રોડક્ટ અને ઈન્ગ્રેડિએન્ટ સોલ્યૂશન્સ બનાવનારી કંપની સનસ્ટાર 19 જુલાઈના રોજ તેનો પહેલો પબ્લિક ઈશ્યૂ બહાર પાડશે. 

IPO માટે 90-95 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. 

કંપની અપર પ્રાઈસ બેન્ડ પર 5.37 કરોડ ઈક્વિટી શેરોના આઈપીઓ દ્વારા 510.15 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ આઈપીઓમાં કંપની દ્વારા 397.1 કરોડ રૂપિયાના 4.18 કરોડ ફ્રેશ ઈક્વિટી શેર અને પ્રમોટરો દ્વારા 113.05 કરોડ રૂપિયાના મૂલ્યના 1.19 કરોડ શેરોનું ઓફર ફોર સેલ સામેલ છે.

રાની ગૌતમચંદ ચૌધરી ઓફર ફોર સેલ દ્વારા 38 લાખ ઈક્વિટી શેર વેચશે, જ્યારે ઋચા સંભન ચોધરી અને સમીક્ષા શ્રેયાંસ ચોધરી ઓફર ફોર સેલ દ્વારા 33-33 લાખ શેર વેચશે.  

ગૌતમચંદ સોહનલાલ ચૌધરી, સંભવ ગૌતન ચોધરી અને શ્રેયાંસ ચોધરી પ્રમોટર્સમાં અન્ય સેલિંગ શેરધારકો છે, જેમાંથી પ્રત્યેક 5 લાખ શેર વેચશે.

 અમદાવાદ સ્થિત કંપનીએ તેની ઈશ્યૂ સાઈઝનો અડધો હિસ્સો ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે, 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને બાકીનો 15 ટકા હિસ્સો બિન સંસ્થાકીય રોકાણકારો માટે રિઝર્વ છે.

આ ઉપરાંત QIB બુકમાંથી 153 કરોડ રૂપિયા સુધીના શેર એન્કર બુક માટે અલગ રાખવામાં આવ્યા છે. જે 18 જુલાઈએ એક દિવસ માટે ખોલવામાં આવશે. પબ્લિક ઈશ્યૂ 23 જુલાઈના રોજ બંધ થશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.