અમદાવાદની કંપનીનો શેર રોકેટ બનશે, 32 ટકાની તેજી દેખાઈ

ગ્રીન એનર્જી સેક્ટરના મલ્ટીબેગર શેર સુઝલોન એનર્જીના શેર પર બ્રોકરેજ ફર્મ બુલિશ છે. 

આનંદ રાઠી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર કંપનીના શેર રૂ. 50ના સ્તરને આંબી શકે છે. 27 માર્ચના રોજ કંપનીના શેરોમાં 4 ટકાથી વધુની તેજી નોંધાઈ હતી.

કંપનીની માર્કેટ કેપ લગભગ 52 હજાર કરોડ રૂપિયા થઇ ગઈ છે. ત્યારે બ્રોકરેજ ફર્મે 49 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે સ્ટોક પર કવરેજ શરુ કર્યું છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

બ્રોકરેજ ફર્મ અનુસાર, ભારતના વિન્ડ ટર્બાઇ માર્કેટમાં સુઝલોન 32 ટકા માર્કેટ હિસ્સેદારી ધરાવે છે. જેથી તે નિર્ણાયક ભૂમિકા ધરાવી શકે છે, કારણ કે ડોમેસ્ટિક વિન્ડ કેપેસીટી 45 મેગાવોટથી વધીને 100 ગીગાવોટ થઇ જશે.

આનંદ રાઠી સિક્યોરિટીઝ નાણાંકીય વર્ષ 2024-2026માં નેટ પ્રોફિટ કંપાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR)નું અનુમાન લગાવી રહ્યું છે. 

આ ઉપરાંત ક્રિસિલે સુઝલોન એનર્જીની મજબૂત ફાઇનાન્શિયલ પોઝિશનને જોતાં પોઝિટિવ આઉટલૂક સાથે સુઝલોનની રેટિંગને ‘A-‘માં અપગ્રડ કર્યું છે.

ક્રિસીલ રેટિંગ્સએ સુઝલોનની બેન્ક ફેસિલિટી પર સુઝલોનની રેટિંગને ‘ક્રિસીલ BBB+ / પોઝિટિવ / ક્રિસીલ A2’ થી વધારીને ‘ક્રિસીલ A- / પોઝિટિવ / ક્રિસીલ A2+’ કરી દીધું છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.