રોકાણકારોને 15 બોનસ શેર આપશે અમદાવાદની કંપની

બોનસ શેર વહેંચનારી કંપનીઓ પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે ખુશખબરી છે. 

Yug Decor Ltdએ તેના રોકાણકારોને 15 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે.

આ બોનસ શેર આપવની જાહેરાત શનિવાર 19 ઓગસ્ટના રોજ કરવામાં આવી છે.

શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે, 100 શેરો પર 15 બોનસ શેર આપવામાં આવશે.

જો કે, Yug Decor Ltdએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી. 

ગત એક વર્ષ દરમિયાન Yug Decor Ltdએ તેના પોઝિશનલ રોકાણકારોને 185 ટકા વળતર આપ્યું છે. 

ગત 6 મહિનાની વાત કરીએ તો Yug Decor Ltdના શેરોની કિંમતમાં 88 ટકાની તેજી આવી છે.

જાણકારી અનુસાર, કંપનીની 52 સપ્તાહની હાઈ 115 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 36.73 રૂપિયા પ્રતિ શેર છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.