એક જોવો અને એક ભૂલો એવુ સુંદર હેન્ડમેડ લેધર વર્ક

ગુજરાતનો કલા વારસો અદ્ભુત છે. અફસોસની વાત છે કે, આપણે આ સમૃદ્ધ વારસાને ભૂલી રહ્યા છીએ.

હોમમેડ લેધર વર્ક પણ આપણા આ સમૃદ્ધ કલા વારસાની દેન છે.

અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે હમદ પૂંઠાવાલા નામનો યુવાન હોમમેડ લેધર વર્કની વસ્તુઓનું વેચાણ કરી રહ્યો છે.

તેનો આ બિઝનેસ 4 પેઢી જૂનો છે. આજના સમયમાં ઘણી બધી કળાઓ લુપ્ત થઈ રહી છે.

હોમમેડ લેધર વર્કની કળા પણ લુપ્ત થવાના આરે છે. અમદાવાદમાં આ કળા ફક્ત કાલુપુર વિસ્તારમાં જ જોવા મળે છે.

આ વર્કમાં લેધર પ્રોડક્ટ ઉપર વિવિધ ડિઝાઈન અને ડાઇ કલર કરવામાં આવે છે. આવી વસ્તુઓ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે.

આ વર્ક માટે ચામડાને ડિઝાઈન પ્રમાણે કટ કરીને વિવિધ પીસ તૈયાર કરવામાં આવે છે.

ચામડાના પીસ ઉપર હેન્ડ એમ્બોસિંગ, હેન્ડ ડાઈ કલર, હેન્ડ ગ્લાસ પોલિસ વગેરે પ્રોસેસ કરી જુદી જુદી વસ્તુ બનાવવામાં આવે છે.

ત્યારબાદ, કારીગરો જાતે જ સિલાઈ કામ કરે છે. કારીગરો દ્વારા વિવિધ બેગ, પાકીટ, ડાયરી, બેલ્ટ, પર્સ વગેરે તૈયાર કરવામાં આવે છે.

લેધરની સિલાઈ કરવા માટેનો દોરો પણ લેધરમાંથી જ બનાવવામાં આવે છે.

હમદ પૂંઠાવાલાએ જણાવ્યું કે, તેઓ મૂળ અમદાવાદના વતની છે. તેમણે GLSમાંથી MBAનો અભ્યાસ કર્યો છે.

તેઓ ભારતની લુપ્ત થતી હસ્તકળા એવા હોમમેડ લેધર વર્ક માટે જાણીતા છે.

તેમની પાસે પાકીટ, લેડીઝ પર્સ, બેલ્ટ, લેપટોપ બેગ, સ્લીમ બેગ, ડફલ બેગ, બેગ પેક, પાસપોર્ટ હોલ્ડર, કાર્ડ હોલ્ડર, લેધર એપ્રોન, મોબાઇલ બેગ વગેરે વસ્તુઓ ચામડામાંથી બનાવેલી જોવા મળે છે.

તેમની શોપમાં ખાસ લેધરમાંથી બનાવેલા બારોટ ચોપડા અને ડાયરી જોવા મળે છે. બારોટ ચોપડામાં હોમમેડ પેપરનો ઉપયોગ થાય છે.

પાકીટની કિંમત 350થી 600 રૂપિયા, બેલ્ટની કિંમત 350થી 800 રૂપિયા, બેગ્સ 600થી 2200 રૂપિયા, ડાયરી 200થી 800 રૂપિયા તથા બારોટ ચોપડા 1000થી 4000 રૂપિયા સુધીમાં મળી રહે છે.

આજના સમયમાં હોમમેડ લેધર વર્કથી તૈયાર થયેલી વસ્તુઓ ફેશન આઇકન બની છે. આજે બજારમાં આવી વસ્તુઓની ખૂબ માંગ છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો