ચાનું ATM

અમદાવાદના લોકો ચાના ખૂબ જ શોખીન છે. 

અમદાવાદમાં ઘણાં એવા લોકો છે જે અડધી રાતે પણ ચા પીવાનું પસંદ કરે છે. 

હવે ચાના રસિકો માટે ચાનું ATM આવી ગયું છે. 

રાતના સમયે કામ કરતાં સુરક્ષાકર્મી, પોલીસ, નાઈટ ડ્યુટી કરતાં લોકો અને ચા રસિકો માટે આ મશીન બનાવાયું છે. 

અમદાવાદના મિલન દવેએ નારણપુરા વિસ્તારમાં ચાનું ATM શરુ કર્યુ છે. 

આ સ્થળે 24 કલાક ગરમાગરમ ચા મળી રહે છે.

મિલનભાઈએ 3 વર્ષ પહેલાં આ મશીન લગાવ્યુ હતું.

નારણપુરા વિસ્તારના લોકો આ ATMની ચાનો ભરપુર આનંદ માણી રહ્યા છે. 

આ ATMના નિર્માણ માટે મિલન મોદી દ્વારા 7 લાખનું રોકાણ કરાયુ હતું. 

બજારમાં જે ચાનું મશીન હોય છે તેને મોડીફાઈ કરીને આ ચાનું ATM તૈયાર કરાયું હતું.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો