આ ફોટોગ્રાફરની કળા જોઈ તમારી અક્કલ કામ નહીં કરે! 

અમદાવાદમાં રવિશંકર આર્ટ ગેલેરી આવેલી છે.

જ્યાં ફોટોગ્રાફર ડિમ્પલ પંચોલીએ કરેલી ફોટોગ્રાફીના અદ્ભુત ચિત્રોનું કલેક્શન પ્રદર્શિત કરાયું હતું.

ડિમ્પલ પંચોલીએ કરેલી ફોટોગ્રાફી માટે તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 87 જેટલા પુરસ્કારો મળ્યા છે.

તેઓએ ભારતના 6થી વધુ રાજ્યોની પ્રાચીન સંસ્કૃતિને કેમેરામાં કેદ કરી લોકો સમક્ષ રજૂ કર્યા છે.

ડિમ્પલ પંચોલીએ પાડેલા એક ચિત્રણ અરીસાવાળા ફોટાએ 5થી વધુ એવોર્ડ જીત્યા છે.

તેમને ફોટોગ્રાફીની કલા વારસામાં મળી છે. તેઓના પિતા ઈન્દ્રવદન ભાઈ ચિત્રકાર, શિક્ષક અને ફોટોગ્રાફી કલા સાથે સંકળાયેલા હતા. 

તેઓના પિતા ચિત્રકલા સ્પર્ધામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેતા હતા.

તેમની મહેનત અને લગન જોઈ ચિત્રકલા સ્પર્ધામાં આગળ વધવાની પ્રેરણા મળી હતી.

ફોટોગ્રાફીમાં રસ વધતા તેઓએ 1998માં લગ્ન તથા અન્ય પ્રસંગોપાત ફોટોગ્રાફી કરવાની શરૂ કરી હતી.

ત્યારબાદ વર્ષ 2000ની સાલમાં તેઓએ ઘનશ્યામાં કહારથી મુલાકાત થઈ હતી.

તેઓના માર્ગદર્શન હેઠળ પિક્ટોરિકલ ફોટોગ્રાફી કરવાની શરૂઆત કરી હતી.

તેઓના માર્ગદર્શન હેઠળ કરેલી નેગેટિવ ફિલ્મમાં ફોટોગ્રાફને એક પ્રતિયોગીતામાં ત્રીજું સ્થાન મળ્યું હતું.

ડિમ્પલભાઈએ ગુજરાત, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ જેવા રાજ્યોની પ્રાચીન સંસ્કૃતિને કેમેરામાં કેપ્ચર કરી લોકો સમક્ષ રજૂ કરી છે.

આજે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 87 જેટલા પુરસ્કારો મળ્યા છે.

જેમાં સ્વિઝરલેન્ડ, ચીન, જાપાન, અમેરિકા, ઈટલી,બાંગ્લાદેશ,સિંગાપુર,ભારત અને તેના રાજ્ય ક્ષેત્રના પુરસ્કારો સામેલ છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો