અમદાવાદને હચમચાવનાર અકસ્માત બાદની ભયાનક તસવીરો!
અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર ગઈકાલે રાત્રે હચમચાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો.
આ ગોઝારા અકસ્માતમાં બે પોલીસ કર્મી સહિત નવ લોકોના મોત નીપજ્યા છે.
ઇસ્કોન બ્રિજ પર એસયુવી કાર (થાર) અને ડમ્પર વચ્ચે પહેલા ટક્કર થઇ હતી.
આ અકસ્માતને જોવા માટે ટોળું ભેગુ થયું હતુ.
જે બાદ પૂરપાટ સ્પીડે આવતી જેગુઆર કારે અકસ્માત જોતા લોકોને કચડી નાંખ્યા હતા.
આ જેગુઆર કાર ચલાવતો નબીરો તથ્ય પટેલ હાલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કાલના આ ભયાનક અકસ્માત બાક ઈસ્કોન બ્રિજ સવારે સૂનકાર બની ગયો છે.
પોલીસ તંત્ર સ્થળ પર કાર્યવાહી કરી રહી છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના ભાગો અને વસ્તુઓ રોડ પર જ્યાં-ત્યાં ઉડેલી જોવા મળી છે.
અકસ્માત થયેલા આ બ્રિજનો પટ્ટો પોલીસ દ્વારા અસ્થાયી રુપે બંધ કરી દેવામાં આવ્યો છે.
બ્રિજના રસ્તા પરની હાલતથી જાણે રાતના અકસ્માતના પડઘાં હજું આ રોડ પર સંભળાતા હોય તેવું દ્રશ્ય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલ યુવક સિવાય અન્ય એક છોકરો અને એક છોકરી જગુઆરમાં સવાર હતા. જેની માહિતી સામે આવી નથી.
મળતી માહિતી પ્રમાણે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામુહિક દુષ્કર્મનો આરોપી છે.
રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...