નાનપણમાં રમકડાંને બદલે કીબોર્ડથી રમતો આ યુવક આજે અંબાણીના ઘરે વગાડે છે પિયાનો, કોન્સર્ટ પિયાનિસ્ટ તરીકેની મેળવી નામના

અમદાવાદમાં રહેતા કોન્સર્ટ પિયાનિસ્ટ રીલવ શાહ એક પ્રોફેશનલ પિયાનિસ્ટ છે.

પિયાનિસ્ટની સાથે સાથે તેઓ મ્યુઝિક કોમ્પોઝર, મ્યુઝિક એરેન્જર, મ્યુઝિક પ્રોગ્રામર અને સાઉન્ડ એન્જિનિયર પણ છે.

અત્યાર સુધીમાં તેમણે જૈન સમુદાયના ગીતો, ગુજરાતી ગીતો, હિન્દી ગીતો, વેસ્ટર્ન સંગીત તથા અનેક ડોક્યુમેન્ટ્રી ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિશિયન તરીકે કામ કર્યું છે.

તેમજ દુબઈ, આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં પણ પોતાનું પર્ફોમન્સ આપી ચૂક્યા છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

રીલવ શાહ ધન ધન દોલત સાગર સૂરીજી… તથા બોલિવૂડના કવર સોન્ગ માટે ખૂબ પ્રખ્યાત છે. 

આ સાથે તેઓ ગુજરાતી અને બોલિવૂડના 35થી પણ વધુ ખ્યાતનામ કળાકારો સાથે કામ કરી ચૂક્યા છે. 

હાલ તેઓ છેલ્લા 5 વર્ષથી અંબાણી પરિવારના ઘરે પિયાનો વગાડી રહ્યા છે.

 રીલવ ઈચ્છે છે કે, જે વેસ્ટર્ન કમ્પોઝરને સાંભળીને તેઓ મોટા થયા છે. એવી જ રીતે તેઓ પોતાની રચના કરી આગળ વધશે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...