આ રેકડી પર મળે છે ફાઈવ સ્ટાર હોટલ જેવું ભોજન, ગ્રાહકોની સામે જ થાય છે તૈયાર

રાજકોટના બહુમાળી ભવન નજીક છેલ્લા 35 વર્ષથી આકાશદીપ પરોઠા હાઉસ નામની રેકડી ચાલી રહી છે. 

અહીં બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન જમવા માટે લોકોની ભીડ ભેગી થાય છે. 

હોટલમાં બનતી વાનગીઓ કેવી રીતે બને છે, એ આપણને જોવા મળતું નથી. પરંતુ અહીં લાઈવ દરેક વસ્તુ બનતી જોઈ શકાય છે.

અહીં ગરમા ગરમ જમવાનું બનાવીને પીરસવામાં આવે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

જયંતીભાઈ કુંડલીયાએ આ રેકડીની શરૂઆત કરી હતી. 

આકાશદીપ પરોઠા હાઉસમાં વાર પ્રમાણે વાનગી મળે છે. 

જેમ કે, સોમવારે ઢોકળી, મંગળવારે બટેટા ભાજી, તો એક દિવસ કઠોળ, ચણાની દાળ, મીક્સ દાળ, અડદની દાળ સહિતની વાનગીઓ ઘરે બનતી હોય તે પિરસવામાં આવે છે. 

અહિંયા એક શાકનો ભાવ 50 રૂપિયા છે. સાદુ પરંતુ લાજવાબ ટેસ્ટવાળું ભોજન કરવા માટે આ સ્થળ ઉત્તમ છે.

મોટી વાત એ છે કે, અહીં ગ્રાહકોને પિરસવામાં આવે છે, એ જ ભોજન આ પરોઠા હાઉસના માલિક અને તેમનો સ્ટાફ પણ જમે છે. 

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા