હવે ખીલાડી કુમાર પણ  બન્યો ક્રિકેટ ટીમનો માલિક

શાહરૂખ અને પ્રીતિ બાદ હવે અક્ષય કુમાર ક્રિકેટ ટીમનો માલિક બની ગયો છે.

અભિનેતાએ તાજેતરમાં નવી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં શ્રીનગરની ટીમ ખરીદી છે.

જેની જાહેરાત તેણે સોશિયલ મીડિયા પર કરી છે.

તેણે કેપ્શનમાં લખ્યું, 'સિનેમાથી સ્ટેડિયમ સુધી!'

અભિનેતાએ કહ્યું- "હું ISPL  અને શ્રીનગરની ટીમનો ભાગ બનીને રોમાંચિત છું."

આ ટુર્નામેન્ટ 2 માર્ચથી 9 માર્ચ 2024 સુધી રમાશે.

અક્ષયને સ્પોર્ટ્સ અને માર્શલ આર્ટમાં ઘણો ઊંડો રસ છે.

અક્ષયની છેલ્લી ફિલ્મ 'મિશન રાનીગંજ' બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી શકી ન હતી.

જો કે, એવી અપેક્ષા છે કે 2024 તેના માટે નસીબદાર સાબિત થશે.