31 ડિસેમ્બર પહેલા પતાવી લેજો આ 5 કામ

વર્ષ 2023 ના છેલ્લા મહિનાના 16 દિવસ વીતી ગયા છે. આ મહિનો કેટલીક નાણાકીય બાબતોના સમાધાન માટે પણ છેલ્લો મહિનો છે. ઘણા કામોની મુદત 31મી ડિસેમ્બરે પૂરી થઈ રહી છે.

ચાલો જાણીએ આવા જ 5 મહત્વના કાર્યો વિશે જેને 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની જરૂર છે.

1. SBI અને BOBના ગ્રાહકોએ 31 ડિસેમ્બર પહેલા બેંક લોકરના નવા કરાર પર હસ્તાક્ષર કરવા માટે કહેવામાં આવ્યું છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

2. જો તમે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં તમારા મ્યુચ્યુઅલ ફંડ ખાતામાં નોમિનીની ઘોષણા નહીં કરો, તો તમારું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે.

3. ITR ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2023 હતી. જે લોકો આ તારીખ સુધીમાં ITR ફાઇલ કરી શક્યા નથી તેઓ હજુ પણ 31 ડિસેમ્બર, 2023 સુધી લેટ ફી સાથે અપડેટેડ ITR ફાઇલ કરી શકે છે.

4. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વિશેષ એફડી સ્કીમ એટલે કે અમૃત કલશ સ્કીમ સહિત ઘણી વિશેષ એફડીની અંતિમ તારીખ 31 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી છે. 

5. જો તમારી પાસે પણ UPI ID છે જેનો તમે એક વર્ષથી વધુ સમયથી ઉપયોગ કર્યો નથી, તો તે 31 ડિસેમ્બર પછી બંધ થઈ જશે. આવી સ્થિતિમાં, જો તમે છેલ્લા એક વર્ષમાં તમારા કોઈપણ UPI IDનો ઉપયોગ કર્યો નથી, તો શક્ય તેટલી વહેલી તકે તેનો ઉપયોગ કરો.

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.