વ્હિસ્કી બનાવતી કંપની લાવી IPO, 4 દિવસ પછી લગાવી શકશો દાવ

ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી બનાવનારી કંપની એલાઈડ બ્લેન્ડર્સ આઈપીઓ લઈને આવી રહી છે. 

કંપનીનો 1500 કરોડ રૂપિયાનો IPO 25 જૂનથી દાવ લગાવવા માટે ઓપન થશે. 

IPO માટે કંપનીએ 267-281 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. આ IPO 25થી 27 જૂન સુધી ઓપન રહેશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

IPOમાં 1,000 કરોડના નવા ફ્રેશ શેર બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત પ્રમોટર્સ દ્વારા 500 કરોડના શેરોનું ઓફર ફોર સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે. 

નવા ઈશ્યૂથી પ્રાપ્ત 720 કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. ડિસેમ્બર, 2023 સુધી કંપનીના માથે કુલ 808 કરોડનું દેવું છે. 

ICICI સિક્યોરિટીઝ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને ITI કેપિટલ લિમિટેડ ઈશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે. 

મુંબઈ સ્થિત કંપનીએ માર્ચ 2023ના રોજ સમાપ્ત નાણાકીય વર્ષ માટે 1.6 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે. જે ગત વર્ષની તુલનામાં 8.5 ટકા વધારે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.