કંપનીએ બોનસ શેર આપવા માટે 13 જુલાઈ 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. અલ્ફાલોજિક ટેકસિસના શેરોમાં ગત એક વર્ષમાં 700 ટકાથી વધારે ઉછાળો જોવા મળ્યો છે.
કંપનીએ ઓગસ્ટ 2021માં રોકાણકારોને 27:10ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે, કંપનીએ દર 10 શેર પર 27 બોનસ શેર આપ્યા હતા.
અલ્ફાલોજિક ટેક્સિસે સપ્ટેમ્બર 2022માં 1:2 બોનસ શેર આપ્યા હતા. એટલે કે દરેક 2 બોનસ શેર પર 1 બોનસ શેર આપ્યા હતા.
કંપનીએ ગત વર્ષે ડિસેમ્બરમાં 1:3ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. આ ઉપરાંત અલ્ફાલોજિક ટેક્સિસે ઓક્ટોબર 2021માં તેના શેરોનું વિભાજન પણ કર્યું હતું.
અલ્ફાલોજિક ટેક્સિસના શેર 5 જુલાઈ 2024ના રોજ 5 ટકા તેજીની સાથે 301 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા.
કંપનીના શેરોની 52 સપ્તાહની ઊંચી સપાટી 400.55 રૂપિયા છે. જ્યારે, કંપનીના શેરોની 52 સપ્તાહની નીચી સપાટી 32.55 રૂપિયા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.