ફટકડીના આવા જોરદાર ફાયદા તો તમે નહીં જ જાણતા હોવ

ફટકડીના કારણે શરીરને ઘણા ફાયદા થાય છે. આજે આપણે ફટકડીથી થતા લાભ અંગે વાત કરીશું.

દાંતના દુ:ખાવામાં રાહત મેળવવા માટે ફટકડીનો ઉપયોગ થઈ શકે છે.

ફટકડીના પાવડરને એક ગ્લાસ પાણીમાં નાખી થોડીક મિનિટ કોગળા કરો. જો તમારા મોઢામાંથી વાસ આવતી હોય તો તે દૂર કરવા આ ઉપાય અજમાવી શકો છે.

શરીરના કોઈપણ ભાગમાં સામાન્ય લોહી નીકળતું અટકાવવા માટે ફટકડીનો ઉપયોગ થઈ શકે છે. ઇજા પર ફટકડીનો ટુકડો લગાવવાથી લોહી વહેતુ બંધ થાય છે.

ફટકડીનો ઉપયોગ ત્વચા પરની કરચલીઓ ઓછી કરવા માટે પણ થઈ શકે છે. ફટકડીના ટુકડાથી થોડીવાર માટે ચહેરા અને હાથ અને પગની માલિશ કરો અને પછી પાણીથી ધોઈ લો.

ફટકડીના ટુકડાને પાણીમાં ડુબાડી અડધો મિનિટ સુધી ફેરવવી જોઇએ. ત્યાર બાદ થોડા સમય માટે ઢાંકીને રાખો. થોડા સમયમાં જ પાણીમાં રહેલી ગંદકી તળિયે બેસી જશે. 

પરસેવાની વાસને દૂર કરવા માટે નહાવાના પાણીમાં બે ચપટી ફટકડીનો પાઉડર નાખી દો. 

વાળમાંથી જૂ દૂર માટે ફટકડીને પીસીને પાણીમાં મિક્સ કરી લો, ત્યારબાદ આ પાણીથી માથા અને વાળને ધોઈ લો.

શેવ કર્યા બાદ ફટકડીના ટુકડાને ઘસો. આ એન્ટિસેપ્ટિક જેવું કામ કરે છે. તેનાથી ઇન્ફેક્શન થવાનો ખતરો રહેતો નથી.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.