અમરેલીનાં પ્રગતિશીલ ખેડૂત કાનજીભાઇ પટોળિયા ખેતી સાથે પશુપાલનનો વ્યવસ્યા કરે છે.
તેમણે રાણાવાવથી રૂપિયા 3.52 લાખની ભેંસ ખરીદી છે.
આ ભેંસ એક દિવસનું 30 લીટર દૂધ આપે છે. મહિને રૂપિયા 60 હજાર રૂપિયાનું દૂધ આપે છે.
કાનજીભાઇ મનજીભાઇ પટોળિયાએ ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
તેમની પાસે અમરેલીમાં ચાર વીઘા જમીન છે. જેમાં ખેતી સાથે પશુપાલનનો વ્યવસ્યા કરે છે.
કાનજીભાઇ પાસે કુલ 22 ભેંસ છે. તેમની પાસે જાફરાબાદી ભેંસ છે.
કાનજીભાઇની મોંધી ભેંસ મહિને 900 લીટર દૂધ આપે છે. એક લીટરનાં રૂપિયા 60થી 80 મળે છે.
આમ કાનજીભાઇ પટોળિયા મહિને એકલી આ ભેંસના દૂધથી જ 60 હજાર રૂપિયાની આવક કરે છે.
અમરેલી તેમજ અન્ય વિસ્તારમાં જાફરાબાદી ભેંસની મોટી માંગ છે.
જાફરાબાદી શ્રેષ્ઠ ઓલાદની ભેંસની કિંમત રૂપિયા 1,50,000 થી રૂપિયા 3,60,000 સુધી છે તેમ કાનજીભાઇ પટોળિયાએ જણાવ્યું હતું.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.