MSCIને મે સમીક્ષામાં 17 સ્ટોક્સને જગ્યા મળી શકે છે અને IIFL અલ્ટરનેટિવ રિસર્ચનો અંદાજ છે કે, આ સ્ટોક્સમાં સમીક્ષા બાદ રોકાણકારો તરફથી 320 કરોડ ડોલરનું ભારે ભરકમ રોકાણ જોવા મળી શકે છે.
MSCIએ 14મેના રોજ વૈશ્વિક સ્તરના ઈન્ડેક્સની સમીક્ષાના પરિણામોની જાહેરાત કરશે અને આ ફેરફાર 31મેથી લાગૂ થશે.
રિપોર્ટ પ્રમાણે, ઈન્ડેક્સમાં થયેલા ફેરફારના આધાર પર ગ્લોબલ પેસિવ ફંડ્સ જેવા કે ઈટીએફ પણ તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરશે અને જે સ્ટોક્સને ઈન્ડેક્સમાં જગ્યા મળસે, તેમને પણ પોર્ટફોલિયોમાં સામેલ કરવામાં આવશે. તેનાથી આ સ્ટોક્સમાં મોટી રકમનો પ્રવાહ જોવા મળશે.
IIFLની રિપોર્ટ અનુસાર, ઝાયડસ લાઈફસાયન્સ, મેનકાઈન્ડ ફાર્મા, Bosch, ઓબરોય રિયલીટ, ફોનિક્સ મિલ્સ, સુંદરમ ફાઈનાન્સ અને પીબી ફિનટેકને મે 2024માં સમીક્ષામાં ઈન્ડેક્સમાં જગ્યા મળી શકે છે.
જ્યારે ઝાયડસ લાઈફ, ફોનિક્સ મિલ્સ, સુંદરમ ફાઈનાન્સ, NHPC અને ટોરેન્ટ પાવરમાં 20થી 23 કરોડ ડોલરનો ઈન્ફ્લો શક્ય છે.
આ ઉપરાંત સોલર ઈન્ડસ્ટ્રીઝ, ઓરેકલ ફાઈનાન્શિયલ, ઓઈલ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડસ ટાવર અને જેએસડબલ્યૂ એનર્જીને પણ ઈન્ડેક્સમાં જગ્યા મળી શકે છે અને શેરમાં રોકાણનો પ્રવાહ જોવા મળશે.
જ્યારે બીજી તરફ પેટીએમની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન્સને ઈન્ડેક્સથી બહાર કરવામાં આવી શકે છે. શેરમાં ગત કેટલાય દિવસોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેનાથી સ્તર ઈન્ડેક્સના કટ ઓફ લિમિટથી બહાર થઈ ગયો છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો