ગ્રામજનો માટે પરિવાર દ્વારા ભોજન સમારંભ

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ પહેલા 28 ફેબ્રુઆરી, 2024ના રોજ ભોજન સમારંભનું આયોજન કરાયું.

જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં, મુકેશ અંબાણી, અનંત અંબાણી અને અંબાણી પરિવારના અન્ય સભ્યો તેમજ રાધિકા મર્ચન્ટે ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું.

રાધિકાના દાદી અને માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ ભોજન સમારોહમાં ભાગ લીધો હતો.

MORE  NEWS...

અનંત-રાધિકાના પ્રી વેડિંગ પહેલા જામનગરમાં હોલિવૂડ સ્ટાર્સનો જમાવડો

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ માટે સલમાન ખાન જામનગર પહોંચ્યો

અંબાણી પરિવારે જામનગરમાં જમણવાર યોજ્યો

આશરે 51,000 ગ્રામજનોને ભોજન પીરસવામાં આવશે અને આ કાર્યક્રમ આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે.

ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોકસંગીતનો આનંદ માણ્યો હતો. પ્રખ્યાત ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ ધૂમ મચાવી હતી.

અંબાણી પરિવારે વર્ષો જૂના ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા 'માનવ સેવા હી માધવ સેવા' નું સૂત્ર સાર્થક કર્યું છે.

આ સિદ્ધાંતની ભાવનામાં, તેઓએ તેમના પરિવારમાં દરેક મોટા પ્રસંગની શરૂઆત લોકોની સેવા કરીને સમાજ પ્રત્યેની લાગણીને અનુસરી છે.

MORE  NEWS...

નિરાધાર, ઈજાગ્રસ્ત  પ્રાણીઓને 3000 એકરના વનતારામાં મળ્યું છે પોતાનું નવું ઘર

ગુજરાતનું ઘરેણું છે આ જગ્યા, જ્યાં થશે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની

અનંત અંબાણીએ બતાવી વનતારા કેન્દ્રની ઝલક, તસવીરો

(Disclaimer: સામાચાર અને તમામ અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે.)