કમાણીનો વધુ એક મોકો! 27 સપ્ટેમ્બરે લોન્ચ થશે આ IPO
વેલિએન્ટ લેબોરેટરીઝનો IPO આગામી 27 સપ્ટેમ્બરના રોજ ઓપન થશે.
આ એક સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવનારી કંપની છે અને વેલિએન્ટ ઓર્ગેનિક્સની સબ્સિડિયરી ફર્મ છે.
કંપની ઈશ્યૂ અંતર્ગત 1.08 કરોડ ફ્રેશ શેર બહાર પાડશે.
રોકાણકારો 3 ઓક્ટોબર સુધી ઈશ્યૂમાં રૂપિયા લગાવી શકશે.
એન્કર રોકાણકારો 26 સપ્ટેમ્બરના રોજ IPOમાં રૂપિયા લગાવી શકશે.
આ પહેલા 2016માં કંપનીએ IPO લોન્ચ કર્યો હતો અને તેની ઈશ્યૂ પ્રાઈઝ 220 રૂપિયા હતી.
જૂન ક્વાટરની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, પ્રમોટરોની પાસે વેલિએન્ટ ઓર્ગેનિક્સમાં 38.37 ટકા હિસ્સેદારી છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.