માર્ચ મહિનો હવે સમાપ્ત થઈ ગયો છે અને એપ્રિલ મહિનાની શરૂઆત થવાની છે. દેશમાં આ દિવસોમાં રવિ સિઝનમાં લગાવવામાં આવતા પાકોની લણણી કરવામાં આવી રહી છે.
હવે ખરીફ સિઝન શરૂ થવાની છે અને પાક વાવવાનો સમય આવી ગયો છે, જેને એપ્રિલ બાદ જૂન-જુલાઈમાં વાવવામાં આવે છે.
જ્યારે આ વચ્ચે ખેડૂતોની પાસે કેટલાક અન્ય પાકોથી નફો કમાવવાનો સારો મોકો છે. કેટલાક પાકો એવા છે, જેને ખેડૂત એપ્રિલ મહિનામાં વાવીને વધારે નફો કમાઈ શકે છે.
આજે અમે તમને એવી 4 ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને એપ્રિલ મહિનામાં વાવી શકાય છે અને થોડા જ દિવસોમાં વધારે ઉપજની સાથે સારો નફો પણ મેળવી શકાય છે.
મગની ખેતી- એપ્રિલ મહિનામાં ખેડૂતો મગની ખેતી કરીને સારો નફો કમાઈ શકે છે. તેના પાકને તૈયાર થવામાં વધારે સમય લાગતો નથી. મગની ખેતી કરીને ખેડૂતો માત્ર 60થી 70 દિવસોમાં પાકનું ઉત્પાદન પ્રાપ્ત કરી શકે છે.
મગફળીની ખેતી- એપ્રિલમાં ખેડૂતો મગફળીની ખેતીથી સારું ઉત્પાદન પ્રાપ્ત કરીને બમ્પર નફો કમાઈ શકે છે. તેની ખેતી માટે 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. બજારમાં મગફળીની સારી કિંમત મળી જાય છે અને તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે.
મકાઈની ખેતી- એપ્રિલમાં સારી પેદાશ આપનારા પાકોમાં મકાઈ પણ સામેલ છે. ખેડૂતો એપ્રિલમાં મકાઈની ખેતી કરીને સારું ઉત્પાદન પ્રાપ્ત કરી શકે છે. ઉત્તર ભારતમાં મોટાપાયે મકાઈની ખેતી કરવામાં આવે છે.
બેબી કોર્નની ખેતી- ખેડૂતો એપ્રિલ મહિનામાં બેબી કોર્નની ખેતીથી પણ સારી કમાણી કરી શકે છે. ભારતમાં બેબી કોર્ન મોટાભાગના લોકોની પસંદ બનતા જઈ રહ્યા છે.
તેનો ઉપયોગ શાક, સલાડ, સૂપ, અથાણું, ચોકલેટ, કોફ્તા, ટિક્કી, પકોડા, લાડવા, હલવો અને ખીર વગેરેના રૂપમાં કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો માટે એપ્રિલમાં બેબી કોર્નની ખેતી કરવી સારો વિકલ્પ હોઈ શકે છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો