હિન્દુ ધર્મમાં નાડાછડી બાંધવાનું વિશેષ મહત્ત્વ છે.
તેને સુરક્ષા, સૌભાગ્ય અને મંગળની સૂચક માનવામાં આવે છે.
તેને કાંડા પર બાંધવાથી ત્રિદેવોની સાથે ત્રિદેવીઓના પણ આશીર્વાદ મળે છે.
આ રક્ષા સૂત્ર ખરાબ સમયમાં આપણી રક્ષા કરે છે.
નાડાછડી મંગળવાર અને શનિવારના દિવસે જ ખોલવી જોઇએ.
સાથે જ તેને છોડ્યા બાદ પૂજા ઘરમાં બેસીને બીજી નાડાછડી બંધાવો.
નાડાછડી ઉતાર્યા બાદ તેને પીપળાના વૃક્ષ નીચે મૂકી દો.
તમે તેને વહેતા પાણીમાં પણ પ્રવાહિત કરી શકો છો.