દીવો ઓલવાઇ જાય પછી વધેલી દિવેટનું શું કરવું જોઇએ?
હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું વિશેષ મહત્ત્વ હોય છે. જેમાં ફૂલ, કુમકુમ, અક્ષત, નાળિયેર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યારે દીવો ઓલવાઇ જાય ત્યારે થોડી દિવેટ વધે છે. લોકો તેને ફેંકી દે છે. ચાલો તમને જણાવીએ આ દિવેટનું શું કરવું જોઇએ.
પૂજા પાઠ દરમિયાન હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં સુખ-સમૃદ્ધિ લઇને આવે છે.
પૂજા દરમિયાન લોકો ભગવાનની આરાધના કરીને દીવો પ્રગટાવે છે. જે બાદ તેની દિવેટ વધે છે, જેને આપણે ફેંકી દઇએ છીએ.
ચંદ્ર ગ્રહણ પહેલા શનિ થયાં ઉદય, આ રાશિઓનું ચમકશે ભાગ્ય તો આ લોકોનું વધશે ટેન્શન
હોલિકા દહનમાં પધરાવી દેજો આ વસ્તુ, નોકરીમાં આવતી અડચણો થશે દૂર
પૂજા બાદ વધેલી દિવેટ ગમે ત્યાં ફેંકવી અશુભ છે. તેના બદલે તેને એક કપડાંમાં રાખી દો અને કોઇ નદીમાં પ્રવાહિત કરી દો.
પૂજાની વધેલી દિવેટને નદીમાં પ્રવાહિત કરવાતી ગ્રહ દોષ દૂર થઇ જાય છે. તેથી તેને ક્યારેય કચરામાં ન ફેંકો.
પૂજા બાદ વધેલી દિવેટને વૃક્ષની નીચે છુપાવીને રાખી દો. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે અને દેવાથી છૂટકારો મળશે.
બળેલી દિવેટને જમીનની નીચે પણ દાટી શકાય છે. તે દરમિયાન શનિદેવના મંત્રોનો જાપ કરો. તેનાથી ધન હાનિ નહીં થાય.
જો તમને શત્રુ પરેશાન કરે તો બળેલી દિવેટને હાથમાં લઇને શત્રુનું નામ લો. તે બાદ તેને દક્ષિણ દિશામાં ફેંકી દો.
દીવાની બળેલી દિવેટને આ રીતે ઉપયોગ કરવાથી લાભ થાય છે.
ચંદ્ર ગ્રહણ પહેલા શનિ થયાં ઉદય, આ રાશિઓનું ચમકશે ભાગ્ય તો આ લોકોનું વધશે ટેન્શન
હોલિકા દહનમાં પધરાવી દેજો આ વસ્તુ, નોકરીમાં આવતી અડચણો થશે દૂર