ભૂલથી પણ દાનમાં ન આપતા આ વસ્તુ, થઇ જશો કંગાળ
કોઇ જરૂરિયાતમંદને દાન કરવું સનાતન સંસ્કૃતિમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.
તેનાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઇ જાય છે અને તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે.
દાન કોઇ વસ્તુનું, ભોજનનું કે મોંઘા આભૂષણોનું પણ કરવામાં આવે છે પરંતુ કેટલીક વસ્તુઓનું દાન નથી કરવામાં આવતું.
સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી તેને ભૂલથી પણ કોઇને દાનમાં ન આપો.
કોઇપણ જરૂરિયાતમંદને ક્યારેય કાતર, ચાકુ કે અન્ય કોઇ અણીદાર વસ્તુનુ દાન ન કરવું જોઇએ.
વાસ્તુ અનુસાર કોઇ અન્યનો રૂમાલ તમારી પાસે રાખવાથી સંબંધો વણસે છે.
તેનાથી ઝગડા સુધી વાત પહોંચી જાય છે. તેથી કોઇને ભૂલથી પણ રૂમાલનું દાન ન કરવું જોઇએ.
વાસ્તુ શાસ્ત્રમાં ઘડિયાળને સકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે, તેથી તેનું દાન ન કરવું જોઇએ.
ક્યારેય પણ દાનમાં પ્લાસ્ટિક, સ્ટીલ, કાચ કે એલ્યુમિનિયમ કે તેનાથી બનેલી વસ્તુનું દાન ન કરવું જોઇએ.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)