હિન્દુ ધર્મમાં કિન્નર સમાજનું ખાસ મહત્વ છે. માન્યતા છે કે ભગવાન રામે તેમને વરદાન આપ્યું હતું, જેનાથી તેમનો દરેક આશીર્વાદ ફળે છે.
તેવામાં કિન્નરોને કેટલીક ખાસ વસ્તુ દાન કરવાથી જીવનમાં ખુશહાલી આવી શકે છે. ચાલો જાણીએ આ વસ્તુ કઇ છે.
શ્રૃંગારની વસ્તુ
દાંપત્ય જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે કિન્નરને શ્રૃંગારની વસ્તુ જેમ કે લીલી બંગડી, લાલ સાડી, કંકુ, લિપસ્ટિક જેવી વસ્તુ દાન કરો.
ચોખાનું દાન કરો
કિન્નરને ચોખાનું દાન કરવાથી ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી. તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દાન પછી તેમની પાસેથી થોડા ચોખા પાછા લઇને ઘરના ચોખામાં નાંખી દો. તેનાથી ધનની કમી નથી રહેતી.
ઢોલની પૂજા
જીવનમાં આવતી સમસ્યા દૂર કરવા માટે કિન્નરના ઢોલની પૂજા કરો. સાથે જ શ્રદ્ધાનુસાર પૈસા ચડાવો. તેનાથી અટવાયેલા કામ પૂરા થશે.
લીલા વસ્ત્રનું દાન
જો કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય તો બુધવારના દિવસે કિન્નરોને લીલા રંગના વસ્ત્ર દાન કરો. તેનાથી જીવનમાં ખુશહાલી આવે છે.
સિક્કાનું કરો દાન
જો તમારી આર્થિક સ્થિતિ નબળી હોય તો કિન્નરને સિક્કાનું દાન કરો. તેનાથી આર્થિક સ્થિતિ સુધરશે. જો કિન્નર તે સિક્કો પાછો આપે તો તમારુ ભાગ્ય ઉઘડી જશે.
સોપારી સાથે સિક્કો
પૂજાની સોપારીને સિક્કાની ઉપર રાખીને કિન્નરને દાન કરો. તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ધનની કમી દૂર થાય છે.
આ વસ્તુ દાન ન કરો
કિન્નરોને ક્યારેય સ્ટીલના વાસણ અને તેલનું દાન ન કરવું જોઇએ. તેનાથી ભારે નુકસાનનો સામનો કરવો પડે છે.
તમે પણ કિન્નરોને આ વસ્તુઓ દાન કરીને જીવનમાં ખુશહાલી લાવી શકો છો.