માત્ર 500 રુપિયામાં રમો મનગમતી રમત
જિલ્લામાં મુખ્ય નગરપાલિકા સંચાલિત અટલ સ્પોર્ટ્સ સેન્ટરમાં રમત ગમતની બેસ્ટ સગવડ મળી રહી છે.
આ સ્પોર્ટ્સ સેન્ટરમાં ફક્ત 500થી 600 રૂપિયામાં કોઈ પણ સ્પોર્ટ્સ અને પ્રવુતિમાં એક મહિના માટે જોડાઈ શકાય છે.
મહેસાણામાં બિલાડી બાગની સામેની બાજુએ આવેલું અટલ સ્પોર્ટ્સ સેન્ટરને ગયા વર્ષથી મહેસાણામાં ખુલ્લું મુકાયું છે.
નગર પાલિકા દ્વારા ગયા વર્ષે લગભગ 6.65 કરોડના ખર્ચે મહેસાણાના લોકો માટે અટલ સ્પોર્ટ્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યો હતો.
હાલમાં આ સેન્ટર એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ મારફતે સંચાલન કરવામાં આવે છે.
અહીં વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ જેવા કે સ્વિમિંગ,જીમ, ડાન્સ ક્લાસ ,યોગા ક્લાસ વગેરે જેવી પ્રવૃત્તિઓ ચાલે છે.
અટલ સ્પોર્ટ્સ સેન્ટરમાં હાલ ડાન્સ ક્લાસ,જીમ,સ્વિમિંગ અને યોગા સેન્ટર ચાલું છે.
જેમાં યોગા ક્લાસમાં સવાર અને સાંજની બેચ હોય છે.
સ્પોર્ટ્સ સેન્ટરમાં સ્વિમિંગની 13 બેચ ચાલે છે.
નાના બાળકો, સ્ત્રીઓ અને પુરુષો માટે અહીં અલગ અલગ બેચ ચલાવવામાં આવે છે.
250થી વધુ લોકો સ્વિમિંગમાં જોડાયેલા છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...