આ શુભ દિવસે નખ કાપશો તો બનશો માલામાલ

ઘણીવાર આપણા વડીલો આપણને મંગળવાર, ગુરુવાર અને શનિવારે પણ નખ કાપવાના કારણે ટોકે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં નખ કાપવાને લઇને કેટલાંક નિયમો જણાવવામાં આવ્યા છે.

કહેવામાં આવે છે કે, સાંજના સમયે નખ ન કાપવા જોઇએ. તેનાથી મા લક્ષ્મી નારાજ થઇ જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.

જ્યોતિષ શાસ્ત્રોમાં અઠવાડિયાના દરેક દિવસે નખ કાપવાનો અલગ-અલગ પ્રભાવ પડે છે.

જાણો કયા દિવસે નખ કાપવા શુભ છે અને કયા દિવસે અશુભ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અઠવાડિયાનો દરેક વાર કોઇને કોઇ ગ્રહનો કારક હોય છે.

શાસ્ત્રો અનુસાર, શનિવાર અને મંગળવારના દિવસે નખ કાપવાની મનાઇ હોય છે.

આ દિવસે નખ કાપવાથી મંગળ, ગુરુ અને શનિ ગ્રહનો અશુભ પ્રભાવ પડે છે.

શાસ્ત્રોમાં સાંજે અને રાતના સમયે પણ નખ કાપવાની મનાઇ છે.

સૂર્યાસ્ત બાદ અથવા તો રાતના સમયે નખ કાપવાથી મા લક્ષ્મી નારાજ થઇ જાય છે અને આર્થિક તંગી રહે છે.

શાસ્ત્રો અનુસાર, સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારના દિવસે નખ કાપવા શુભ માનવામાં આવે છે.

શુક્રવારે નખ કાપવાથી ધનલાભ થાય છે. તેવામાં રવિવારે નખ કાપવા પણ શુભ માનવામાં આવે છે.

આ દિવસે નખ કાપવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના નખ અને વાળનો સંબંધ શનિ ગ્રહ સાથે હોવાનું માનવામાં આવે છે.

કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નખ અને વાળ સ્વચ્છ નથી રાખતા તેનાથી શનિદેવ નારાજ થઇ જાય છે અને ખૂબ પીડા આપે છે.

આવા વ્યક્તિએ જીવનમાં ગરીબીનો સામનો કરવો પડે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો