Ram Mandir: એકમાત્ર એવી જગ્યા જ્યાં ભગવાન રામની મૂર્તિ નથી

Ram Mandir: એકમાત્ર એવી જગ્યા જ્યાં ભગવાન રામની મૂર્તિ નથી

500 વર્ષથી વધુની રાહ હવે પૂરી થવા જઈ રહી છે

આ દિવસોમાં અયોધ્યાનો અને દેશનો દરેક ભાગ રામમય થઈ ગયો છે.

સરકાર અને મંદિર ટ્રસ્ટનો પ્રયાસ એવો છે કે  અહીં આવનાર દરેક વ્યક્તિને લાગે કે તે ખરેખર ત્રેતાયુગમાં છે.

અયોધ્યામાં જ એક એવી જગ્યા છે, જ્યાં ચક્રવર્તી સમ્રાટ રાજા દશરથની સમાધિ આવેલી છે.

તે અયોધ્યાથી લગભગ 12-15 કિમીના અંતરે છે. બિલવાહરી ઘાટ આઝમગઢ રોડની ડાબી બાજુએ લગભગ એક કિલોમીટર દૂર છે.

આ તે જગ્યા છે જ્યાં રાજા દશરથની સમાધિ છે. આ વિસ્તારમાં આ એકમાત્ર જગ્યા છે. જ્યાં ભગવાન રામની મૂર્તિ નથી

એવું માનવામાં આવે છે કે આ તે સ્થાન છે જ્યાં તેમના બે પુત્રો ભરત અને શત્રુઘ્નએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.

આ જગ્યાએ હવે એક મંદિર છે. મંદિરની અંદર ભગવાન રામના જીવનકાળ વિશે જણાવાયુ છે

મંદિરના પ્રાંગણમાં સદીઓ જૂનું વટવૃક્ષ અને સફેદ આરસપહાણની સમાધિ છે, જે અયોધ્યાના મહારાજા દશરથની છે.

રાજા દશરથના આ સમાધિ સ્થાનને મોદી સરકારે નવો રૂપ અને રંગ આપ્યો છે.