વીકેન્ડ પર મોડા સુધી ઊંઘવું
ખતરાની ઘંટી
હાલમાં જ એક રિસર્ચ સામે આવ્યું છે, જે ચોંકાવનારું છે.
આ રિસર્ચ એવા લોકો માટે છે જે વીકેન્ડમાં મોડા ઉઠે છે કે પછી કલાકો સુધી ઊંઘતા રહે છે.
કરંટ બાયોલોજી સ્ટડી અનુસાર, વધુ પડતી ઊંઘ તમને નુકસાન પહોંચાડે છે.
વીકેન્ડમાં વધુ પડતો આરામ કરવાથી તે બાકી રહેલી ઊંઘની ભરપાઈ થઈ શકતી નથી.
વીકેન્ડમાં સૂવાથી થોડા સમય માટે સારું લાગશે અને પછી થાક લાગે છે.
પરંતુ ડૉ. ગોલ્ડસ્ટેઇનના મતે, આવી લાઈફસ્ટાઈલ સર્કેડિયન ક્લોકને અસર કરશે.
જ્યારે આપણે લાંબા સમય સુધી ઊંઘતા નથી ત્યારે આપણા શરીરના હોર્મોન્સ પર અસર થાય છે.
રાત્રે 9 વાગ્યા પછી આપણા શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન નીકળે છે.
આ હોર્મોન ઊંઘનું કારણ બને છે અને દિવસ દરમિયાન હોર્મોનનો સ્ત્રાવ ઓછો થઈ જાય છે.
પરંતુ જાગતા રહેવાથી અને મોડે સુધી સૂવાથી સર્કેડિયન ક્લોક પર નકારાત્મક અસર પડે છે.