1 શેર પર મળશે 3 બોનસ શેર, કંપનીએ જાહેર કરી રેકોર્ડ ડેટ

ગત એક વર્ષમાં શાનદાર રિટર્ન આપનારી કંપની બજાજ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે બોનસ શેરની જાહેરાત કરી છે.

કંપની તરફથી આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે.

કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં કહ્યું કે, યોગ્ય રોકાણકારોને 1 શેર પર 3 બોનસ શેર આપવામાં આવશે.

આ બોનસ ઈશ્યૂ માટે 12 નવેમ્બર મંગળવારના દિવસને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.

બીએસઈના ડેટા પ્રમાણે, બજાજ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પહેલીવાર રોકાણકારોને બોનસ શેર આપી રહી છે.

ગત 6 મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 68 ટકા જેટલી તેજી આવી છે.

એક વર્ષ સુધી શેર હોલ્ડ કરનારા રોકાણકારોને 178 ટકાનું રિટર્ન મળ્યું છે, એટલે કે રૂપિયા ડબલ થઈ ગયા છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.