મહેસાણાનું આ ગામ ચીકુનો ગઢ, આટલા વિઘામાં માત્ર ચીકુના બગીચા

વિસનગર તાલુકાનું બાજીપુરા ગામમાં બાગાયતી ખેતી માટે જાણીતું છે.

અહીં 800 વિઘાની જમીનમાં બાગાયતી વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી 300 વિઘા જમીનમાં માત્ર ચીકુનું વાવેતર છે. 

અહીંયા છેલ્લા 40 વર્ષથી ખાસ કરીને  વલસાડની કાલિપત્તિ ચીકુની વેરાઈટી ઉગાડવામાં આવી છે.

અહીં આવેલી વાળીઓ અંદાજે 40થી 50 વર્ષ જૂની છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ચીકુની સીઝન આવે એટલે ગામના રોડ પરથી પસાર થઈએ, ત્યારે 20થી 25 લોકો ચીકુની લારી લગાવીને બેઠા હોય છે.

અહીંયાના ચીકુ મહેસાણા માર્કેટિંગ યાર્ડ સહિત વિજાપુર, વિસનગર, અમદાવાદ સુધી ચીકુ પહોંચે છે.

અહીંના ચીકુની ખાસિયત એ છે કે, તે સ્વાદે ખૂબ જ ગળ્યા અને આકારમાં ગોળ અને મોટા હોય છે. 

ચીકુમાં કોઈપણ જાતની દવા નાખવામાં આવતી નથી, જેના કારણે લોકો અહીંના ચીકુ પસંદ કરે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા