અહીં નથી પહોંચ્યું નળથી જળ! પીવાનું પાણી ભરવા 5 કિમી દૂર ચાલીને જાય છે મહિલાઓ, રજૂઆત છતાં નથી આવ્યું નિરાકરણ

બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઇગામને રણ વિસ્તાર માનવામાં આવે છે. 

આ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે, જેથી મહિલાઓની સાથોસાથ પુરુષો પણ પીવાના પાણીની શોધમાં માથે ઘડો કે, બેડું લઈને પદયાત્રા કરવા નીકળી પડે છે.

તેમજ કેટલાક ગામોમાં લોકો માટે અને પશુઓ માટે ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. 

આ વિસ્તારના ગામના લોકોએ વર્ષોથી પીવાના પાણીની સમસ્યા અંગે સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંંઠા જિલ્લામાં કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે છે.

પરંતુ ઉનાળામાં કેનાલ મારફતે પાણી આપવાનું બંધ કરતાં સરહદી વિસ્તારના અનેક ગામોમાં પાણીની મોટી સમસ્યા સર્જાતી હોય છે. 

જેમાં વાવ તાલુકાના ચોથાનેસડા, ચતરપુરા, લોદરાણી, લાપડીયા, બરડવી જેવા ગામોમાં સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાનું પાણી ન મળવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. 

જ્યારે પાણીનું ટેન્કર મંગાવવામાં આવે છે, ત્યારે પડાપડી થાય છે. જો ટેન્કર ન આવે તો પાણી ભરવા માટે 5 થી 6 કિલોમિટર પદયાત્રા કરીને પાણી ભરવા જવું પડે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા