તીખાં મરચાંથી કરી મધ જેવી મીઠી કમાણી!
શાકભાજી પાકમાં નુકસાનીના કારણે હાલ વિવિધ શાકભાજીના ભાવ આસમાને છે.
ત્યારે બનાસકાંઠાના એક ખેડૂતે મરચાંની ખેતીથી નુકસાની નહીં પણ જોરદાર નફો કર્યો છે.
ડીસા તાલુકાના રાણપુર ગામના દિલીપ ઠાકોરે કરેલી મરચાની ખેતીમાં હાલ સારો ભાવ મળી રહ્યો છે.
ખેડૂતે પોતાની 4 વિઘા જમીનમાં ખેતી કરે છે.હાલ તેઓએ અડધા વીઘા જમીનમાં મરચાની ખેતી કરી છે.
ચોમાસાની સીઝનમાં શાકભાજીના ભાવમાં ઉછાળો આવતા હાલ તેઓને મરચાના સારા ભાવ મળી રહ્યા છે.
દિલીપ ઠાકોરનો પરિવાર વર્ષોથી પરંપરાગત ખેતી કરતા હતાં.
પરંતુ, દિલીપભાઈએ અવનવી પદ્ધતિ અપનાવી વિવિધ પાકની ખેતી કરવાની શરુઆત કરી.
સીઝન પહેલા તેઓએ આંતર પાક મરચાની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું હતું.
મરચાની ખેતીમાં માત્ર 10 હજાર રૂપિયાના ખર્ચ સામે હાલ 70 હજારથી વધુ આવક મેળવી ચૂક્યા છે.
ડીસા માર્કેટમાં મરચાના 70થી 80 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
યુવા ખેડૂત દિલીપ ઠાકોરના જણાવ્યા મુજબ આગામી સમયમાં 30થી 40 હજાર રૂપિયાની આવક થવાની આશા છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...