ખેડૂતનો દેશી જુગાડ!
શરીર અને ખિસ્સા બંનેને મળશે રાહત
ગુજરાતના ખેડૂત ખેતીમાં થતાં વિવિધ ખર્ચને ઘટાડવા દેશી જુગાડ અપનાવી રહ્યા છે.
બનાસકાંઠાના અશોકભાઈ ઠોકોરે ખેતરમાં નિંદામણનો ખર્ચ ઘટાડવા બાઈક પાછળ હળ લગાવ્યું.
આ ટેક્નિક અપનાવતા તેઓને પડતા ખર્ચનો ચોથા ભાગના ખર્ચમાં લગભગ 22 વીઘા ખેતરનું કામ થઈ ગયું.
તેમને ખેતરમાં નિંદામણ દૂર કરવા માટે ત્રણ વીઘામાં ચારથી પાંચ મજૂરની જરુર પડતી હતી.
જેમાં એક મજૂરને 400 થી 500 રુપિયા હાજરી આપવી પડતી હતી. જેનો 6 હજાર જેટલો ખર્ચ થતો.
અશોકભાઈએ બાઈક પાછળ હળ લગાવી જે જુગાડ કર્યો તેનાથી ખર્ચમાં ઘટાડો થયો છે.
આ જુગાડથી ખેડૂતને મજૂરી ખર્ચની સાથે ઘણી શારિરીક તકલીફોથી પણ રાહત મળી છે.
તેઓ માને છે કે, આ દેશી જુગાડ તેમના માટે ભવિષ્યમાં વધારે ફાયદાકારક નીવડે તેમ છે.
આ દેશી જુગાડથી ખેડૂત 3 વીઘામાં 300 રુપિયાના પેટ્રોલ ખર્ચમાં નિંદામણ દૂર કર્યા છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...