આ ખેડૂત ખેતી પદ્વતિ બદલી થયો માલામાલ, છેલ્લા 3 વર્ષથી મેળવે છે લાખોની આવક

ખેડૂત મોતીભાઈ દેસાઈ પાસે કુલ 8 વીઘા જમીન અને તેમનો પરિવાર વર્ષોથી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે.

તેમનો પરિવાર વર્ષોથી સિઝન આધારિત તેમજ રાસાયણિક ખાતરની મદદથી ખેતી કરતા હતા.

પરંતુ રાસાયણિક ખાતરમાં વધુ ખર્ચ થતા તેની સામે ખેતી પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થતો હતો.તેમજ જમીન પણ દિવસેને દિવસે બંજર થઈ રહી હતી. 

ખેતીમાં નુકસાન થવા લાગતા મોતીભાઈએ પોતાના ખેતરમાં ખેતીની પદ્ધતિ અને ખાતર બદલાવવાનું વિચાર કર્યો હતો.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

મોતીભાઈ દેસાઈ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા અને સુભાષ પાલેકરની ટ્રેનિંગ મેળવી પ્રાકૃતિક પદ્ધતિ પ્રમાણે કેવી રીતે ખેતી કરી શકાય તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.

ખેડૂત પોતાના ઘરે દેશી ગાયના છાણ અને ગૌમુત્રમાંથી પોતાના હાથથી બીજા મૃત,ઘન જીવા મૃત, જીવામૃત, ગૌમૂત્ર, બેકટેરિયા, છાસ, દૂધ, ગોળ, વરમી કમ્પોસ્ટ, લીંબુનો રસપોતાના જાતે બનાવે છે. 

આ વર્ષે ખેડૂતે  4 વિઘામાં મગફળી  અને અઢી વિઘામાં બાજરીનું વાવેતર કર્યું છે, જેમાં મગફળીમાં કુલ અત્યાર સુધી ખર્ચ 30 હજારનો કરી ,તેની સામે 3 લાખ કરતા વધુની આવક થશે તેવી સંભાવના છે.

જ્યારે બાજરીમાં કુલ અઢી વિઘામાં કુલ અત્યાર સુધી 4 હજારનો ખર્ચ કરી તેની સામે 66 હજાર જેટલી આવક થવાની સંભાવના મોતીભાઈએ જણાવ્યું હતું.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...