તૂટી પડો! અહીં મફતમાં મળે છે સાડી

તમે પુસ્તકની લાઈબ્રેરી તો જોઈ જ હશે. પરંતુ, શું સાડીની લાઈબ્રેરી જોઈ છે? 

બનાસકાંઠાના રીટાબેને આ અનોખી લાઈબ્રેરીની શરુઆતી કરી છે.

અંતરિયાળ વિસ્તારની મહિલાઓને સારા કપડાં સહેલાઈથી મળે તેથી તેની શરુઆત કરાઈ છે.

અમદાવાદની એક સંસ્થા દ્વારા આ લાઈબ્રેરીમાં કપડાં પૂરા પાડવામાં આવે છે. 

લાઈબ્રેરી શરુ કરી ત્યારે અહીં માત્ર 10 સાડી, 25 ચોલી અને 20 ડ્રેસ હતાં.

હાલ, તેમની લાઈબ્રેરીમાં 200 થી 300 જેટલી અવનવી સ્ટાઈલની સાડી ઉપલબ્ધ છે. 

આ અંતરિયાળ વિસ્તારની બહેનો ઘણીવાર જૂના કપડાંમાં જ પ્રસંગ પતાવી દેતી હતી. 

પરંતુ, અહીં મફતમાં શાનદાર સાડીઓ મળતાં તેમના પ્રસંગની રોનક વધે છે. 

બહેનો પ્રસંગ માટે અહીંથી સાડી લઈ જાય છે અને પ્રસંગ પૂરો થતાં જ તેઓ ધોઈને તેને લાઇબ્રેરીમાં જમા કરાવી દે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો