મુંબઈમાં જ મળી રહેશે સાવ સસ્તા બાંધણી ડ્રેસ, ગુજરાત-રાજસ્થાનથી મંગાવવાની જરૂર નથી
બાંધણીનો ડ્રેસ કોઈપણ ઊંમરની મહિલા પર ખૂબ જ શોભે છે, એટલા માટે તેની માગ પણ ખૂબ જ હોય છે.
તેમાં પણ ગુજરાતના બાંધણી ડ્રેસ ખૂબ જ પ્રસિદ્ધ છે. ત્યારે હવે મુંબઈમાં પણ આ ડ્રેસનું ઉત્તમ કલેક્શન ખૂબ જ સસ્તામાં મળી રહે છે.
મુંબઈના દાદર માર્કેટમાં રાજલક્ષ્મી ક્રિએશનમાં જૂદા જુદા રંગ અને પેટર્નમાં બાંધણી ડ્રેસના મટીરિયલ મળે છે.
એકદમ કોટનની બાંધણી હોવાના કારણે આ ડ્રેસની ખૂબ જ સારી માગ હોય છે.
લગ્નથી લઈને ઘરને નાના મોટા દરેક પ્રસંગે બાંધણીનો ડ્રેસ પહેરવો અનેક મહિલાની પહેલી પસંદ હોય છે.
બાંધણીને તૈયાર કરવા માટેની એક વિશિષ્ઠ પદ્ધતી છે. જેના માટે કાપડ પર ગાંઠ મારીને તૈયાર કરવામાં આવે છે.
બાંધણી કોટન, સિલ્ક જેવા જુદા જુદા પ્રકારના કાપડમાં તૈયાર કરવામાં આવે છે.
બાંધણી ડ્રેસના મટીરિયલ 500 રુપિયાથી શરુ કરીને 1000 રુપિયા સુધીમાં મળે છે.
ગુજરાતની સાથે સાથે રાજસ્થાની બાંધણીની પણ તેટલી જ માગ હોય છે.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...