ડિસેમ્બરમાં બેંક કર્મચારીઓની હડતાલ, 13 દિવસ બંધ રહેશે બેંકો

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિયેશન (AIBEA), બેંક કર્મચારીઓનું સૌથી મોટું સંગઠને હડતાલની જાહેરાત કરી છે.  

દેશમાં 4 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી અલગ-અલગ દિવસોમાં બેંક હડતાલ કરવામાં આવશે. 

બેંક કર્મચારીઓની ભરતી અને આઉટસોર્સિંગ બંધ કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલી આ હડતાળને કારણે 13 દિવસ સુધી બેંકોમાં કામકાજ પ્રભાવિત થશે.

MORE  NEWS...

4-4 દિગ્ગજ બ્રોકરેજે કરી ભવિષ્યવાણી, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી કરવી હોય તો ખરીદી લો ટાટાનો શેર

નવા વર્ષે ઘરમાં લગાવી દો રૂપિયા છાપવાનું મશીન, સાવ ઓછા ખર્ચે દર મહિને થશે 1 લાખની કમાણી

ઈતિહાસ રચવા આવી રહ્યો છે Tataનો ‘લોખંડી’ IPO, લોન્ચિંગ તારીખ થઈ ગઈ જાહેર

AIBEA ની હડતાલ યોજનામાં 4 થી 11 ડિસેમ્બર સુધી વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં હડતાળનો સમાવેશ થાય છે.

આ પછી, વિવિધ રાજ્યોમાં બેંક કર્મચારીઓ 2 થી 6 જાન્યુઆરી સુધી હડતાળમાં ભાગ લેશે.

મનીકંટ્રોલના અહેવાલ મુજબ, AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમનું કહેવું છે કે સરકાર અને બેંકો ક્લાર્ક અને ગૌણ કર્મચારીઓની સંખ્યા ઘટાડીને સુપરવાઇઝરી સ્ટાફની સંખ્યા વધારવાનો પ્રયાસ કરી રહી છે.

એવું લાગે છે કે તેનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિવાદ કાયદા હેઠળ કામદારોને ઘટાડવાનો છે. AIBEA આની વિરુદ્ધ છે.

ડિસેમ્બરમાં હડતાલનું શિડ્યુલ- 4 ડિસેમ્બર- ​​PNB, SBI અને પંજાબ એન્ડ સિંધ બેંક 5 ડિસેમ્બર- ​​બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયા 6 ડિસેમ્બર- ​​કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 7 ડિસેમ્બર- ​​ઇન્ડિયન બેંક અને યુકો બેંક 8 ડિસેમ્બર- ​​યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્ર 11 ડિસેમ્બર- ​​ખાનગી બેંકોની હડતાળ

જાન્યુઆર માટે હડતાલું શિડ્યુલ- 2 જાન્યુઆરી- તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, પુડુચેરી, આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં તમામ બેંકોના કર્મચારીઓ હડતાળ પર રહેશે. 3 જાન્યુઆરી- ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદર, દમણ અને દીવમાં બેંક હડતાળ રહેશે. 4 જાન્યુઆરી- રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તમામ બેંકોમાં હડતાળ રહેશે. 5 જાન્યુઆરી- દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં તમામ બેંકો બંધ રહેશે. 6 જાન્યુઆરી- પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આસામ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં તમામ બેંકોની હડતાળ. 7 19મી અને 20મી જાન્યુઆરી- આ બે તારીખે દેશભરની તમામ બેંકોના કર્મચારીઓ હડતાળ પર રહેશે.

MORE  NEWS...

દિવાળીના શુભ અવસરે રોકાણકારોને 17 બોનસ શેર આપશે IT કંપની, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ ફાઈનલ

1 શેર પર 75 રૂપિયા ડિવિડન્ડ જોઈતું હોય તો દિવાળીએ ખરીદી લો આ શેર, રેકોર્ડ ડેટ પણ થઈ ગઈ જાહેર

ધનતેરસ કે દિવાળી પર સોનું ખરીદવું હોય તો અહીં પહોંચી જાવ, 25 ટકા ડિસ્કાઉન્ટની સાથે સોનાનો સિક્કો ફ્રીમાં મળશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.