કંપનીનો IPO સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ છે અને આમાં કોઈપણ પ્રકારનું ઓફર ફોર સેલ સામેલ છે.
રોકાણકારો ન્યૂનતમ 58 ઈક્વિટી શેરો માટે અરજી કરી શકશે. એવામાં રોકાણકારોને ઓછામાં ઓછા 14,848 રૂપિયાના એક લોટમાં દાવ લગાવવો પડશે.
જાણકારી અનુસાર, SBI કેપિટલ માર્કેટ્સ અને DMM કેપિટલ એડવાઈઝર્સ બંસ વાયર આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે કેફિન ટેકનોલોજી લિમિટેડ ઈશ્યૂ માટે રજિસ્ટ્રાર છે.
કંપનીના શેર બુધવાર, 10 જુલાઈના રોજ લિસ્ટિંગની અસ્થાયી તારીખની સાથે બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટ થશે.
કંપનીએ ઈશ્યૂનો 50 ટકા હિસ્સો QIB માટે આરક્ષિત રાખ્યો છે, જ્યારે બિન સંસ્થાકીય રોકાણકારો માટે 15 ટકા અને રિટેલ રોકાણકારો માટે 35 ટકા હિસ્સો આરક્ષિત રાખવામાં આવ્યો છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.