અડાલજની નજીક આવેલી છે અંબાપુરની અદ્ભૂત વાવ

શિલ્પકલાના ઉત્તમ ઉદાહરણ તરીકે વાવ જાણીતી છે.

વાવને કૂવાના એક પ્રકાર તરીકે ગણી શકાય છે.

ગાંધીનગરની અડાલજામાં આવેલી અડાલજની વાવ ખૂબ જ જાણીતી છે. 

અડાલજની વાવ ઉપરાંત, અંબાપુર ખાતે પણ 5 માળની ઊંડાઈ ધરાવતી ઐતિહાસિક વાવ આવેલી છે. 

આ વાવ અડાલજની વાવથી માત્ર સાડા 3 કિમીના અંતરે આવેલી છે.

ગાંધીનગરની નજીક આવેલ અંબાપુર ગામની વાવનું નિર્માણ રાણી રુડાબાઈ દ્વારા 15મી સદીમાં કરવામાં આવ્યું હતું.

રાણીએ રાજા રણજીતસિંહ વાઘેલાના અંતિમ સ્મારક તરીકે આ વાવ બંધાવી હતી.

આ વાવની કોતરણી જટિલ રીતે કરવામાં આવેલી છે.

અંબાપુરમાં આવેલ વાવ એક ખૂબ જ જાણીતું અને લોકપ્રિય સ્થળ છે.

આ વાવ ભારતીય તથા ઇસ્લામિક સ્થાપત્યનું સુંદર સંકલન ધરાવે છે.

આ વાવ લોકોના વિશ્રામ સ્થાન તરીકે પણ ઉપયોગી હતી. ઘણા ફોટોગ્રાફર્સ આ વાવના ફોટો લેવા માટે આવે છે. 

આ સિવાય, આ વાવ ખાતે ફિલ્મની શૂટિંગ પણ કરવામાં આવી છે.

આવી વાવ એક સમયે ગુજરાતના સૂકા પ્રદેશો માટે ખૂબ જ મહત્ત્વનાં શિલ્પ હતી.

આ વાવો સૂકા પ્રદેશના રહેવાસીઓ માટે પીવાની, કપડાં ધોવાની તેમજ સ્નાનની જરૂરિયાત માટે પાણી પૂરી પાડતી હતી. 

આ વાવનો ઉપયોગ તહેવારો તેમજ પવિત્ર ધાર્મિક વિધિઓ માટે પણ થતો હતો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો