અમદાવાદની નજીક આવેલું છે આ વન,
ચોમાસામાં ઉમટે છે માનવ મહેરામણ
આણંદના વહેરાખાડી ગામ પાસે અને મહીસાગર વન આવેલું છે.
ચોમાસામાં આ સ્થળની સુંદરતા લોકોના મન મોહી લે છે.
રજાઓના દિવસોમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ફરવા અહીં આવે છે.
વર્ષ 2016માં આનંદીબેન પટેલના હસ્તે મહીસાગર વનનું લોકાર્પણ કરાયું હતું.
વનવિભાગ દ્વારા ગુજરાતમાં તૈયાર કરાયેલા 22 વન પૈકીનું આ એક વન છે.
વનનું પ્રવેશદ્વાર ખૂબ જ ભવ્ય છે. મહીસાગર વનમાં જ્ઞાન કુટિર, નાળિયેરી વન, નક્ષત્ર વન, આનંદ વાટિકા, ફોટો પોઈન્ટ, કદંબ વન વગેરે વિભાગો છે.
મહીસાગર વન 6 હેકટર જમીનમાં ફેલાયેલું છે. અહીં વિવિધ પ્રકારના 1 લાખથી વધુ ઔષધીય રોપા રોપવામાં આવ્યા છે.
આ વન સોમવાર સિવાયના દરેક દિવસે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
આ વનની મુલાકાત માટે કોઈ પણ શુલ્ક લેવામાં આવતો નથી.
ગત વર્ષ અહીં 42 હજાર લોકો મુલાકાત લઈ ચુક્યા છે.
આ વનમાં ખાસ વ્યુ પોઈન્ટ આવેલા છે. આ વ્યુ પોઈન્ટથી ખળખળ વહેતી મહીસાગર નદીના દ્રશ્યો જોઈ શકાય છે.
આ વનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ભાવનાત્મક રીતે જાગૃત કરી, વૃક્ષના ઉછેર અને સંવર્ધન સાથે સાંકળવાનો છે.
આ ઉપરાંત રાજ્યની પ્રજાને ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા મુજબ શાસ્ત્રોમાં વર્ણવેલ ઔષધીઓથી માહિતગાર કરવાનો અને ઈકો ટુરિઝમનો વિકાસ કરવાનો છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...