લખપતિ બનવું હોય તો આ બિઝનેસ શરૂ કરો

જો તમે નોકરીની સાથે વધારે કમાણી કરવા માંગો છો તો, આજે અમે તમારા માટે એક બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ.

આ બિઝનેસમાં તમે ઓછા ખર્ચે 3 ગણો નફો કમાઈ શકો છો. તેને શરૂ કરવા માટે તમારે વધારે રૂપિયા પર ખર્ચ નહીં કરવા પડે. 

માત્ર 25,000-30,000 રૂપિયા લગાવીને આ બિઝનેસને શરૂ કરી શકાય છે. આમાં સરકાર તરફથી 50 ટકા સબ્સિડી પણ મળે છે. આ મોતીની ખેતીનો બિઝનેસ છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

તેની ખેતી કરીને ઘણા લોકો મોટી કમાણી કરી રહ્યા છે. થોડી ટ્રેનિંગ લઈને મોતીની ખેતી કરીને કોઈપણ પોતાની કિસ્મત ચમકાવી શકે છે. 

મોતીની ખેતી માટે એક તળાવની જરૂર હોય છે. જ્યા મોતી તૈયાર કરી શકાય, આ ઉપરાંત આમાં તમારે ટ્રેનિંગ લેવી પડશે. 

ઈચ્છો તો પોતાના ખર્ચે તળાવ બનાવી શકો છો, જેના માટે સરકાર 50 ટકા સબસિડી આપે છે. સીપ ભારતના ઘણા રાજ્યોમાં મળે છે. પરંતુ દક્ષિણ ભારત અને બિહારના દરભંદામાં સીપની ક્વાલિટી સારી હોય છે.

સૌથી પહેલા સીપોને એક જાળમાં બાંધીને 10-15 દિવસો માટે તળાવમાં નાખી દેવામાં આવે છે, જેથી તે પોતાના પ્રમાણે એનવાયરમેન્ટ તૈયાર કરી શકે. ત્યારબાદ તેમને બહાર નીકાળીને સર્જરી કરવામાં આવે છે. 

 સર્જરી એટલે કે સીપની અંદર એક પાર્ટિકલ કે સાંચો નાખનામાં આવે છે. આ સાંચા પર કોટિંગ બાદ સીપ લેયર બનાવે છે, જે આગળ જઈને મોતી બને છે.

એક સીપમાંથી 2 મોતી નીકળે છે. એક મોતી ઓછામાં ઓછા 120 રૂપિયામાં વેચાય છે. જો ક્વાલિટી સારી હોય તો 200 રૂપિયાથી પણ વધારે ભાવે વેચાઈ જાય છે. 

જો તમે એક એક તળાવમાં 25,000 સીપ નાખી દો તો, તેના પર કુલ 8 લાખ રૂપિયા ખર્ચ આવે છે. તૈયાર થવામાં કેટલાક સીપ ખરાબ થયા તો 50 ટકાથી વધારે સીપ સુરક્ષિત નીકળે છે. તેનાથી સરળતાથી 30 લાખ રૂપિયાની વાર્ષક કમાણી થઈ શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.