હવે ટ્રાવેલ બ્લોગર બનવું કરિયર માટે ઉત્તમ તક, કમાઈ શકો છો લાખો રૂપિયા

જો તમને ફરવાનો ગાંડો શોખ હોય તો તમે એક ટ્રાવેલ બ્લોગર બની શકો છો, જેને લઈને કેટલીક માહિતી વડોદરા શહેરના ઇન્ફ્લુએન્સર મયુરીબેને આપી છે.

ટ્રાવેલ બ્લોગર એ હોય છે કે, જે વ્યક્તિ સમય કાઢીને અલગ - અલગ દેશમાં નવી નવી જગ્યા ઉપર ફરવા જાય છે. 

તે  જ્યાં પણ ફરવા જાય છે, ત્યાંના લોકો, ત્યાંની સંસ્કૃતિ, ભાષા અને ભોજનથી લઈને દરેક વસ્તુને લોકો સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડે છે. 

જુદા-જુદા સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ ફોટો, વીડિયો શેર કરી બીજા દેશ કે, રાજ્યની માહિતી લોકો સુધી પહોંચાડતા હોય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ટ્રાવેલ બ્લોગિંગ બે પ્રકારના હોય છે. એક છે સોલો ટ્રાવેલ અને બીજું છે ટ્રાવેલ આઈટેનરી.

સોલો ટ્રાવેલરનો અર્થ દરેક જગ્યાઓ પર એકલા જઈને નવી નવી જગ્યાઓને એક્સપ્લોર કરવી.

ટ્રાવેલ આઈટેનરી એટલે ડિઝાઇન કરનારા લોકો જે પહેલાં ગમતી જગ્યાઓનું લિસ્ટ બનાવે છે. એવી રીતે ટ્રાવેલનું લિસ્ટ બનાવીને વેચતા હોય છે. 

ટ્રાવેલ બ્લોગરને ટ્રાવેલિંગ કરતા કરતા અલગ - અલગ હોટેલનું, રિસોર્ટનું માર્કેટિંગ કરી શકાય છે.

આ સાથે બ્લોગર ટ્રાવેલિંગ દરમિયાન પોતાનું કન્ટેન્ટ ક્રિએટ કરી, પોતાની ઇમેજ સોશિયલ મીડિયા દ્વારા બનાવી શકે છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...