દામ્પત્ય જીવનમાં રેડ ફ્લેગ છે આ 10 આદતો!

એકબીજા સાથે ખુલીને ન બોલવાથી સંબંધોમાં દૂરી વધી શકે છે.

તમારા પાર્ટનરને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરવાથી પણ સંબંધોમાં અંતર વધે છે.

સીધી વાત કરવાને બદલે હાવભાવથી વાત કરવાથી કે કોમેન્ટ કરવાથી સમસ્યાઓ વધી શકે છે.

પાર્ટનરની લાગણીઓને નજરઅંદાજ કરવાથી સંબંધમાં નફરત પેદા થઈ શકે છે.

બીજાના લગ્નને તમારા પોતાના સાથે સરખાવવાથી સંબંધોમાં અસંતોષ વધે છે.

દલીલ દરમિયાન અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાથી સંબંધને ઘણું નુકસાન થઈ શકે છે.

તમારા પાર્ટનરને બધુ ન જણાવવું અથવા મહત્વની બાબતો છુપાવવાથી વિશ્વાસ નબળો પડે છે.

એકબીજા માટે સમય ન કાઢવો કે બહાના બનાવવાથી સંબંધોમાં કડવાશ આવી જાય છે. 

નેગેટિવ વાતો કહેવાથી કે દરેક સમયે નકારાત્મક વર્તન કરવાથી સંબંધ પર ખરાબ અસર પડે છે.

ભવિષ્યની યોજનાઓ એકબીજા સાથે શેર ન કરવી એ પણ સંબંધોને નબળા પાડવાનું કામ કરે છે.