અંગૂઠામાં શા માટે પહેરવામાં આવે છે ચાંદીની વીંટી?

જ્યોતિષશાસ્ત્રમાં ચાંદીને ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે. ચંદ્ર મન અને લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

જ્યોતિષીઓ ચંદ્રને મજબૂત કરવા અંગૂઠામાં ચાંદીની વીંટી પહેરવાની ભલામણ કરે છે.

 ચાંદીને પ્રેમ, સુંદરતા અને વૈભવના ગ્રહ શુક્ર સાથે જોડાયેલી ધાતુ પણ માનવામાં આવે છે.

ચાંદીની વીંટી પહેરવાથી ચંદ્ર અને શુક્રનો સકારાત્મક પ્રભાવ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અંગૂઠામાં ચાંદીની વીંટી પહેરવાથી વ્યક્તિને માનસિક શાંતિ અને સ્થિરતા મળે છે. તણાવ અને ચિંતા ઘટાડે છે.

આયુર્વેદ અનુસાર ચાંદીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. ચાંદી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને અનેક રોગો સામે રક્ષણ મળે છે.

MORE  NEWS...

બુધાદિત્ય રાજયોગનું નિર્માણ, સૂર્યની જેમ ચમકશે આ રાશિઓના નસીબ

આવનારા 5 મહિના આ લોકો પર શનિદેવ રહેશે મહેરબાન, તો 4 રાશિઓ પર રાખશે ખરાબ નજર

બુધની વૃષભ રાશિમાં એન્ટ્રી! 15 દિવસ આ રાશિઓ માટે વરદાન સમાન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદીની વીંટી પહેરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે.

અંગૂઠામાં ચાંદીની વીંટી પહેરવાથી સંબંધ સુધરે છે. તેમજ નસીબમાં વધારો થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે.

અંગૂઠા પર ચાંદીની વીંટી પહેરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

ચાંદીની વીંટી પહેરતા પહેલા, કોઈ શુભ દિવસ પસંદ કરવો જરૂરી છે. આમ કરવાથી સારું પરિણામ મળે છે.

સોમવારને ચાંદીની વીંટી પહેરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. કુંડળીમાં શુક્રને મજબૂત કરવા માટે શુક્રવાર પણ યોગ્ય દિવસ છે.

અંગૂઠામાં ચાંદીની વીંટી પહેરવાનો યોગ્ય સમય સૂર્યોદય પછી અને બપોર પહેલાનો માનવામાં આવે છે. શનિવારે ચાંદીની વીંટી ન પહેરવી જોઈએ.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

બુધાદિત્ય રાજયોગનું નિર્માણ, સૂર્યની જેમ ચમકશે આ રાશિઓના નસીબ

આવનારા 5 મહિના આ લોકો પર શનિદેવ રહેશે મહેરબાન, તો 4 રાશિઓ પર રાખશે ખરાબ નજર

બુધની વૃષભ રાશિમાં એન્ટ્રી! 15 દિવસ આ રાશિઓ માટે વરદાન સમાન