યુરિક એસિડનો જડમૂળથી સફાયો થઇ જશે, ખાવાનું શરૂ કરી દો આ લોટની રોટલી

આજકાલ ખરાબ લાઇફસ્ટાઇલ અને ભેળસેળવાળા ખાનપાનના કારણે યુરિક એસિડની સમસ્યા સામાન્ય બની ગઇ છે.

આપણા શરીરમાં પ્યુરિન પદાર્થ હોય છે. જ્યારે પ્યુરીનની માત્રા વધે છે ત્યારે શરીરમાં યુરિક એસિડ વધવા લાગે છે. જેના કારણે ઘણી સમસ્યાઓ થવા લાગે છે

યુરિક એસિડ વધારે હોવાને કારણે સાંધાનો દુખાવો, ગાઉટની સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર અને કિડનીની બીમારીનો ખતરો રહે છે.

આવી સ્થિતિમાં, યુરિક એસિડના લેવલને કંટ્રોલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. શરીરમાં વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે, તમારે તમારા ડાયેટ અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવો જોઈએ.

જો તમે શરીરમાં યુરિક એસિડના લેવલને કંટ્રોલ કરવા માંગો છો, તો તમે તમારા ડાયેટમાં ખાસ પ્રકારની રોટલીનો સમાવેશ કરી શકો છો.

MORE  NEWS...

તુલસીનો છોડ સૂકાઇ રહ્યો છે? નાંખી દો આ ઘરેલુ ખાતર, અઠવાડિયામાં થઇ જશે હર્યોભર્યો

આ વિટામિનની ઉણપના કારણે અટકી જાય છે હેર ગ્રોથ, જાણી લેશો તો મહિનામાં વધશે વાળ

વર્ષો જૂનો ઘૂંટણનો દુ:ખાવો છૂમંતર થઇ જશે, રોજ પીવો આ લીલા પાનનો ઉકાળો, થશે ફાયદો

જેમનું યુરિક એસિડ હાઇ રહેતું હોય તેમના માટે જુવારના લોટમાંથી બનેલી રોટલી ખૂબ જ ફાયદાકારક છે. જુવારના લોટમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાંથી યુરિક એસિડને દૂર કરવામાં મદદ કરે છે.

યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે, તમે રોટલી બનાવતી વખતે તેમાં અજમો ઉમેરી શકો છો. કારણ કે, અજમો યુરિક એસિડને કંટ્રોલ કરવામાં પણ કારગર સાબિત થઈ શકે છે.

જો તમે જુવારના લોટમાં અજમો ભેળવીને રોટલી બનાવીને દરરોજ તેનું સેવન કરો છો તો તે યુરિક એસિડને ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

શરીરમાં વધતા યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે જુવારના લોટમાં અડધી ચમચી અજમાના દાણા મિક્સ કરીને સારી રીતે ભેળવી લો.

હવે આ કણકમાંથી રોટલી બનાવો અને તેને શેકી લો. તમે આ રોટલીનું સેવન ઘી, દહીં કે શાક સાથે કરી શકો છો.

આ પ્રકારની રોટલીનું નિયમિત સેવન કરવાથી યુરિક એસિડને ઓછું કરવામાં મદદ મળી શકે છે.

MORE  NEWS...

વરસાદમાં છતમાંથી ટપકતું પાણી નહીં બને મુસીબત, પહેલાં જ કરી લો આ કામ

પુરુષોની મર્દાનગી વધારશે ડુંગળી, 99% લોકો નથી જાણતા ખાવાની સાચી રીત

Weight Loss: એક્ટર્સ આટલી જલ્દી કેવી રીતે ઘટાડે છે વજન? જાણો વેટ લોસ સિક્રેટ

અહીં જણાવેલા સૂચન તમામ લોકો માટે અલગ-અલગ હોઇ શકે છે. તેથી કોઇ હેલ્થ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ અજમાવો.