ચોમાસામાં સ્વર્ગની અનુભૂતિ કરાવશે ભારતની આ 8 જગ્યાઓ
ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં પ્રકૃતિએ પોતાનું સ્થાન બનાવ્યું છે.
અહીંની સુંદરતા જોઇને તમને સ્વર્ગનો અહેસાસ થશે.
અમે તમને ભારતના એવા ધોધ વિશે જણાવીશું જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે.
તીરથગઢ ફોલ્સ, છત્તીસગઢ: છત્તીસગઢના બસ્તર જિલ્લામાં કાંગેર ઘાટી પર સ્થિત તીરથગઢ ધોધ પણ લોકપ્રિય આકર્ષણ છે.
તે એક પ્રવાસન સ્થળ છે. દૂર-દૂરથી લોકો અહીં ફરવા પહોંચે છે.
ધુઆંધર વોટરફોલ, જબલપુર: મધ્યપ્રદેશના સૌથી પ્રસિદ્ધ વોટર ફોલ પૈકી એક જબલપુરમાં સ્થિત ધુઆંધર વોટર ફોલ છે.
તેને સ્મોક કાસ્કેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધોધનો નજારો ખૂબ જ સુંદર છે.
પાયકારા ફોલ્સ, તમિલનાડુ: પાયકારા ધોધ લીલાછમ જંગલની પૃષ્ઠભૂમિની વચ્ચે આવેલો છે અને જોવાનો લ્હાવો અદ્ભૂત છે.
પાયકારા એ એક ગામનું નામ છે જે તમિલનાડુ રાજ્યમાં ઉટીથી લગભગ 19 કિમીના અંતરે આવેલું છે.
ડેનથલેન ફોલ્સ, મેઘાલય: ડેન્થ્લેન ધોધ એ સોહરા (ચેરાપુંજી) ગામની નજીક આવેલો અદભૂત ધોધ છે.
જે તેના પુષ્કળ વરસાદ અને આકર્ષક કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે.
સેવન સિસ્ટર્સ ફોલ્સ, મેઘાલય: સેવન સિસ્ટર્સ ફોલ્સ, જેને નોહસન્ગીથિયાંગ ફોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તે પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં સ્થિત એક ભવ્ય ધોધ છે. ચેરાપુંજીના લીલાછમ લેન્ડસ્કેપમાં આવેલું, સેવન સિસ્ટર્સ ફોલ્સ એક આકર્ષક કુદરતી અજાયબી છે.
દશામ ફોલ્સ, ઝારખંડ: રાંચી જિલ્લાના તૈમારા ગામ પાસે આવેલો દશામ ધોધ એ એક ભવ્ય ધોધ છે.
ગાઢ જંગલો અને મનોહર લેન્ડસ્કેપ્સથી ઘેરાયેલા ખડકાળ ભૂપ્રદેશમાંથી પાણી વહે છે, જે મનોહર નજારો છે.
રિવર્સ વોટરફોલ, મહારાષ્ટ્ર: રિવર્સ વોટરફોલ જોવા માટે નાસિક નજીક અંજનેરીમાં ટહુલી પીક સુધી ટ્રેક કરો. આ અનોખી કુદરતી ઘટના વિસ્તારમાં ભારે પવનને કારણે સર્જાઈ છે.
રિવર્સ વોટરફોલ ચોમાસાની ઋતુ દરમિયાન થાય છે જ્યારે ધસમસતા આવતા પાણી સામે પવન બળપૂર્વક ફૂંકાય છે.